ટી 20 વર્લ્ડકપમાં ટીમમાં જગ્યા પણ ન મળી, હવે એ જ ખેલાડીને ભારતનો કેપ્ટન બનાવવાની તૈયારી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
ટી 20 વર્લ્ડકપમાં ટીમમાં જગ્યા પણ ન મળી, હવે એ જ ખેલાડીને ભારતનો કેપ્ટન બનાવવાની તૈયારી 1 - image


Image: X

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયા અત્યારે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટી20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવી રહી છે. ભારતીય ટીમ હવે સેમિફાઈનલમાં પહોંચવાથી લગભગ એક પગલું દૂર છે. આ વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરવાની છે. આ પ્રવાસ પર ભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે 5 મેચની ટી20 સિરીઝ રમવામાં આવશે. આ સિરીઝને લઈને બીસીસીઆઈ ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયાનું એલાન કરી શકે છે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન પણ બદલાવાના છે.

આ ખેલાડી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હશે

6 જુલાઈથી ભારત અને ઝિમ્બાબ્વેની વચ્ચે ટી20 સિરીઝની શરૂઆત થશે. આ પ્રવાસ પર ટીમ બદલાયેલી જોવા મળશે. કોચથી લઈને કેપ્ટન સુધી આ સિરીઝમાં અલગ જોવા મળી શકે છે. હવે રિપોર્ટ સામે આવી રહ્યો છે કે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની કમાન યુવા સ્ટાર ખેલાડી શુભમન ગિલના હાથમાં સોંપવામાં આવી શકે છે. શુભમન ગિલને વર્લ્ડ કપ માટે રિઝર્વ ખેલાડી તરીકે ટીમની સ્કવોડમાં સામેલ કરવામાં આવ્યો હતો, બાદમાં ગિલને રિલીઝ કરી દેવાયો હતો. હવે શુભમન ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરતાં જોવા મળી શકે છે. આઈપીએલ 2024માં આ વખતે શુભમન ગિલને પહેલી વખત ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરતાં જોવામાં આવ્યો હતો. 

આ ખેલાડીઓને ડેબ્યૂની તક મળી શકે છે

IPL 2024માં ધમાલ મચાવનાર ઘણા ખેલાડીઓને ઝિમ્બાબ્વે પ્રવાસ પર ડેબ્યૂ કરવાની તક મળી શકે છે. જેમાં રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ, સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક બેટ્સમેન અભિષેક શર્મા, કોલકાતા નાઈટ રાઈડર્સના ઝડપી બોલર હર્ષિત રાણા સામેલ છે. આ સિવાય સંજૂ સેમસન, રિંકુ સિંહ, યશસ્વી જયસ્વાલ જે અત્યાર સુધી વર્લ્ડ કપ દરમિયાન બેન્ચ પર બેસેલા જોવામાં આવ્યા છે જે ઝિમ્બાબ્વે પ્રવાસ પર રમતાં જોવા મળશે.


Google NewsGoogle News