Get The App

કોહલી અને શાસ્ત્રીએ વર્લ્ડ કપમાં કર્યો અન્યાય? આખરે શમીનું દુઃખ છલકાઈ ગયું

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
કોહલી અને શાસ્ત્રીએ વર્લ્ડ કપમાં કર્યો અન્યાય? આખરે શમીનું દુઃખ છલકાઈ ગયું 1 - image
File Photo

Are Kohli and Shastri Doing Injustice To Shami: ભારતીય ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમી તેના શાનદાર બોલિંગ માટે ખુબ પ્રખ્યાત છે. વનડે હોય કે ટેસ્ટ તેને પોતાની બોલિંગ દ્વારા ભલભલા ખેલાડીઓને વિકેટ ઝડપી છે. શમીએ 100 વનડે ઇનિંગ્સમાં 195 વિકેટ ઝડપી છે. જયારે તેણે વનડે વર્લ્ડકપની 18 ઇનિંગ્સમાં 55 વિકેટ લીધી છે. આ સિવાય તેણે વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર વસીમ અકરમ જેવા મહાન બોલરને પાછળ છોડી દીધો હતો. હાલ તે રેન્કિંગમાં 5માં સ્થાને છે.

આટલા ઉત્કૃષ્ટ દેખાવ કર્યા પછી પણ તેને 2019ના વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કોહલીએ લીધો ન હતો. એ ટુર્નામેન્ટમાં શમીએ 3 મેચમાં 13 વિકેટ ઝડપી હતી. હવે શમીએ તેની સાથે થયેલા આ અન્યાય પર સવાલ ઉઠાવ્યા છે.

આ પણ વાંચો: તમારામાં તાકાત હોય તો...: સાનિયા સાથે લગ્નની અફવા પર ગુસ્સે થયો મોહમ્મદ શમી

શમીએ પોતાની વેદના ઠાલવી

શમીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ‘મારા મનમાં હંમેશાં સવાલ થાય છે કે દરેક ટીમ એ ખેલાડીને પસંદ કરે છે જે શ્રેષ્ઠ પ્રદર્શન કરતો હોય. મેં 3 મેચમાં 13 વિકેટ લીધી હતી. હવે બીજું શું જોઈએ. જ્યારે હું બોલ હાથમાં લઈશ, ત્યારે જ મારું કૌશલ્ય બતાવી શકીશ. જો મને તક નહીં મળે તો હું કંઈ નહીં કરી શકું.’

આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે, શું તમે ક્યારેય મેનેજમેન્ટને આ સવાલ કર્યો છે? આ સવાલના જવાબમાં શમીએ જણાવ્યું કે, ‘એવું કરવાની તેને જરૂર નથી, જેમને મારી જરૂર છે,  તેઓ જાતે મારી સાથે વાત કરે.’

મોહમ્મદ શમી 2019ના વર્લ્ડકપમાં માત્ર 4 મેચ રમી શક્યો હતો. જેમાં તેણે 14 વિકેટ ઝડપી હતી. તે દરમિયાન કોહલી ટીમનો કેપ્ટન હતો અને રવિ શાસ્ત્રી ટીમના કોચ હતા. આ જ રીતે વર્ષ 2023ની પહેલી કેટલીક મેચોમાં તેને ટીમ માંથી બહાર રાખવામાં આવ્યો હતો. આ પછી હાર્દિક પંડ્યા ઘાયલ થયો અને તેની જગ્યાએ શમીને ટીમમાં સામેલ કરાયો હતો.

આ પણ વાંચો: IPL 2025: RCB સહિત આ 4 ટીમોમાં બદલાશે કેપ્ટન! રોહિત અને પંત જેવા ધુરંધર રેસમાં

રોહિત સામેથી તેની સામે રમવાની ના પાડે છે

શમીએ આ દરમિયાન એ પણ ખુલાસો કર્યો હતો કે નેટ પ્રેક્ટીસ દરમિયાન રોહિત અને વિરાટ તેનો સામનો કરવાનું પસંદ કરતા નથી. રોહિત સામેથી જ તેની સામે રમવાની ના પાડી દે છે. જ્યારે વિરાટ બે વખત આઉટ થતા ગુસ્સે થઈ જાય છે. તે અને વિરાટ હંમેશા એકબીજાને પડકાર આપતા હોય છે.



Google NewsGoogle News