Fact Check: શું K L રાહુલે ક્રિકેટથી લીધો સંન્યાસ? ઈન્ટરનેટ પર ફેલાઈ અફવા, જાણો શું છે સત્ય
Image: Facebook
KL Rahul: ભારતીય ક્રિકેટ ટીમનો અનુભવી વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અચાનક સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી ગયો. તેનું કારણ છે તેની નવી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી. કેએલ રાહુલે એક સ્ટોરી શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે તેને કંઈક જણાવવું છે. તે બાદ અચાનક તેની સોશિયલ મીડિયા પર વધુ એક સ્ટોરી શેર થવા લાગી, જે એ વાતનો દાવો કરી રહી હતી કે રાહુલે ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લઈ લીધો છે. આ સમાચાર સાંભળીને દરેક ચોંકી ગયા છે. જોકે રાહુલની રિટાયરમેન્ટ વાળી વાત સાચી નથી.
કેએલ રાહુલે રિટાયરમેન્ટની જાહેરાત કરી નથી
સોશિયલ મીડિયા પર કેએલ રાહુલની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો એક સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે. તે સ્ક્રીનશોટ અનુસાર કેએલ રાહુલે રિટાયરમેન્ટ લઈ લીધું છે. જોકે આ સાચું નથી. સાચું તો એ છે કે કેએલ રાહુલે આ પ્રકારની કોઈ સ્ટોરી શેર કરી નથી. તેનો અર્થ એ છે કે જે તેની સ્ટોરીનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે તે ફેક છે. તેણે એક સ્ટોરી જરૂર શેર કરી, જેમાં લખ્યું હતું કે તેને કોઈ વસ્તુની જાણકારી આપવી છે પરંતુ સંન્યાસને લઈને તેણે કોઈ પ્રકારે અત્યાર સુધી કંઈ કહ્યું નથી. તેની સ્ટોરી શેર કર્યા બાદ તેના રિટાયરમેન્ટની અફવા ફેલાવા લાગી.
કેએલ રાહુલનું ઈન્ટરનેશનલ કરિયર
32 વર્ષના વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે ભારતીય ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધી પોતાના કરિયરમાં 50 ટેસ્ટ, 77 વનડે અને 72 ટી20 મેચ રમી છે. ટેસ્ટમાં તેના નામે 2863, વનડેમાં 2851 તો ટી20માં 2265 રન છે. કેએલે ટેસ્ટમાં 8, વનડેમાં 7 તો ટી20માં 2 સદી પણ ફટકારી છે.
રાહુલનો આઈપીએલમાં રેકોર્ડ
કેએલ રાહુલને આઈપીએલનો પણ સારો અનુભવ છે. તેણે આઈપીએલમાં 2013માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી અત્યાર સુધી કેએલ રાહુલે કુલ 132 મેચ આઈપીએલમાં રમી, જેમાં તેણે 134ના સ્ટ્રાઈક રેટથી 4683 રન બનાવ્યા. તેના નામે આઈપીએલમાં 4 સદી અને 37 અર્ધસદી છે.