Diamond League Final: 1 સે.મી. માટે ટાઈટલથી ચૂક્યો નીરજ ચોપડા, જાણો કોણ બન્યું ચેમ્પિયન

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
Diamond League Final: 1 સે.મી. માટે ટાઈટલથી ચૂક્યો નીરજ ચોપડા, જાણો કોણ બન્યું ચેમ્પિયન 1 - image


Neeraj Chopra Diamond League Final Highlights: ભારતનો સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ડાયમંડ લીગની ફાઇનલમાં બીજા ક્રમે રહ્યો અને ડાયમંડ ટ્રોફી જીતવાથી ચૂકી ગયો. 14 સપ્ટેમ્બર (શનિવાર)ના રોજ યોજાયેલી ફાઈનલ મેચમાં નીરજે તેના ત્રીજા પ્રયાસમાં 87.86ના અંતરે જેવેલિન થ્રો કર્યો હતો. જે આ મેચમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. 

જાણો કોણ બન્યો ચેમ્પિયન? 

ગ્રેનાડાનો એન્ડરસન પીટર્સ ડાયમંડ લીગ ચેમ્પિયન બનવામાં સફળ રહ્યો. પીટર્સે પ્રથમ પ્રયાસમાં 87.87 મીટરનો થ્રો કર્યો હતો. એટલે કે નીરજ ગ્રેનાડાના પીટર્સ કરતાં માત્ર 1 સેન્ટિમીટર પાછળ રહી ગયો હતો. નીરજે 2022માં ડાયમંડ લીગનું ટાઈટલ જીત્યું હતું. તેનું બીજી વખત ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. નીરજની મેચ બ્રસેલ્સ (બેલ્જિયમ)માં આલિયાન્ઝ મેમોરિયલ વેન ડેમમાં રમાઈ હતી.

આ પણ વાંચો: સેહવાગનો નંબર 1 તાજ છીનવાઈ જશે, ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ હીટર જ રેકોર્ડ તોડવાની નજીક


નીરજનું પ્રદર્શન કેવું રહ્યું? 

ઉલ્લેખનીય છે કે નીરજ ચોપરાએ પહેલા પ્રયાસમાં જ 86.82 મીટર જેવલિન થ્રો કર્યો હતો. તેનો બીજો પ્રયાસ 83.49 મીટરનો રહ્યો હતો. ત્યારબાદ તેનો ત્રીજો પ્રયાસ 87.86 મીટર જ રહ્યો.  આ પછી ભારતીય ખેલાડી નીરજનો ચોથો પ્રયાસ 82.04 મીટરનો હતો અને પાંચમા પ્રયાસમાં નીરજે 83.30 મીટરનો થ્રો કર્યો હતો. નીરજે તેના છેલ્લા પ્રયાસમાં શ્રેષ્ઠ પ્રયાસ કર્યો હતો પરંતુ તે માત્ર 86.46 મીટર જ ભાલો ફેંકી શક્યો હતો.

Diamond League Final: 1 સે.મી. માટે ટાઈટલથી ચૂક્યો નીરજ ચોપડા, જાણો કોણ બન્યું ચેમ્પિયન 2 - image


Google NewsGoogle News