'ધોનીને ધોની બનવામાં 15 વર્ષ લાગ્યા...', ગાવસ્કરની વાત પર સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
'ધોનીને ધોની બનવામાં 15 વર્ષ લાગ્યા...', ગાવસ્કરની વાત પર સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ 1 - image


Dhruv Jurel will be the next Dhoni:  ઈંગ્લેન્ડ સામેની રાંચી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન બદલ ક્રિકેટ નિષ્ણાતોએ ધ્રુવ જુરેલના વખાણ કર્યા છે. તેણે પ્રથમ દાવમાં 90 રન અને બીજી ઈનિંગમાં 39 રન બનાવીને ઈંગ્લેન્ડ સામે ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેથી તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ધ્રુવ જુરેલનું આ પ્રદર્શન જોઈને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર પણ ગદગદ થઈ ગયા હતા. તેણે આ યુવા વિકેટ કીપરની સરખામણી એમએસ ધોની સાથે કરી. જો કે, સૌરવ ગાંગુલી તેના નિવેદનથી નાખુશ થઈને આ બાબતે જોરદાર જવાબ આપ્યો હતો. 

જુરેલ સ્ટ્રીટ-સ્માર્ટ ક્રિકેટર છે

જુરેલે તેની બીજી ટેસ્ટ મેચમાં અડધી સદી ફટકારી હતી. તેને ધ્યાનમાં લઈને મેચ દરમિયાન કોમેન્ટ્રી કરતા ગાવસ્કરે કહ્યું હતું કે, " જુરેલે સારી બેટિંગ કરી છે, પરંતુ તેની કીપિંગ, સ્ટમ્પ પાછળ તેનું કામ પણ એટલું જ શાનદાર રહ્યું છે. તેની રમત બાબતે જાગૃતિને જોતા હું કહેવા માંગુ છું કે તે બીજા ઉભરતા એમએસ ધોની છે. હું જાણું છું કે કોઈપણ બીજો એમએસડી ક્યારેય ન બની શકે, પરંતુ આપણે જાણીએ છીએ કે જુરેલ પાસે પ્રેઝેન્સ ઓફ માઈન્ડ છે. જયારે ધોનીએ શરૂઆત કરી હતી ત્યારે તે એવો જ હતો અને જુરેલ પાસે પણ રમત પ્રત્યે એવી જ જાગૃતિ છે. તે સ્ટ્રીટ-સ્માર્ટ ક્રિકેટર છે."  

સૌરવ ગાંગુલીએ આપી પ્રતિક્રિયા

ગાવસ્કરના આ નિવેદન પર સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, "એમએસ ધોની એક અલગ લીગનો ખેલાડી છે. જુરેલ પાસે પ્રતિભા છે, તેમાં કોઈ શંકા નથી... પરંતુ એમએસ ધોનીને એમએસ ધોની બનવામાં 15-20 વર્ષ લાગ્યાં. તેથી તેને (જુરેલને) રમવા દો." ધ્રુવ જુરેલ વિશે વધુમાં તેમણે કહ્યું હતું કે, "મને સૌથી વધુ પ્રભાવિત કરે છે તે તેની ક્ષમતા... સ્પિનર રમવાની તેની યોગ્યતા...ઝડપી બોલરો સામે રમવાની તેની ક્ષમતા...સૌથી મહત્ત્વનું પ્રેશરમાં રમવાની તેની ક્ષમતા, જે તમે એક યુવા ખેલાડીમાં જોવા માંગો છો. તેનો સ્વભાવ પણ સારો છે."

'ધોનીને ધોની બનવામાં 15 વર્ષ લાગ્યા...', ગાવસ્કરની વાત પર સૌરવ ગાંગુલીએ આપ્યો જવાબ 2 - image


Google NewsGoogle News