VIDEO: પ્રેક્ટિસ સેશનમાં ધોનીનો હેલિકોપ્ટર શૉટ, ચાહકોએ કહ્યું- IPLમાં બૉલર્સને હંફાવશે માહી

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
VIDEO: પ્રેક્ટિસ સેશનમાં ધોનીનો હેલિકોપ્ટર શૉટ, ચાહકોએ કહ્યું- IPLમાં બૉલર્સને હંફાવશે માહી 1 - image


Image Source: Facebook

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2024 બુધવાર

ચેન્નઈ સુપર કિંગ્સ એટલે કે સીએસકેના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ 2024 પહેલા તોફાની મૂડમાં નજર આવી રહ્યા છે. ચેન્નઈના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં સીએસકે ટીમ પ્રેક્ટિસ કરી રહી છે અને આ દરમિયાન એમએસ ધોની બોલર્સ પર વરસી રહ્યા છે. મંગળવાર 19 માર્ચે પ્રેક્ટિસ સેશન દરમિયાન એમએસ ધોનીના બેટથી ચાહકોનો ફેવરિટ શોટ એટલે કે હેલીકોપ્ટર શોટ પણ નીકળ્યો. નેટ્સમાં તે કોઈ પણ બોલર્સને છોડી રહ્યા નથી. તમામ સામે એટેક કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ વખતની આઈપીએલમાં માહી બોલર્સને હંફાવશે. 

એમએસ ધોની પોતાના રેગ્યુલર ક્રિકેટના દિવસોમાં ઘણી વખત હેલિકોપ્ટર શોટ જડતા નજર આવતા હતા પરંતુ હવે માત્ર તેઓ આઈપીએલ રમે છે તો ચાહકો ઈચ્છે છે તે તેઓ ત્યાં હેલીકોપ્ટર શોટ રમે. જોકે, મેચમાં તો ઓછુ પરંતુ પ્રેક્ટિસ સેશનમાં ધોનીના બેટથી હેલીકોપ્ટર શોટ જોવા મળતા હોય છે. આ સમયે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એમએસ ધોની યુવાન ઝડપી બોલર રાજવર્ધન હંગરગેકર સામે સિક્સર મારતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન એક હેલીકોપ્ટર શોટ પણ તેમના બેટથી જોવા મળ્યો. 

ઉલ્લેખનીય છે કે ક્રિકેટર તરીકે આઈપીએલમાં એમએસ ધોનીની આ અંતિમ સીઝન હોઈ શકે છે. ધોનીએ ગયા વર્ષે આઈપીએલ ફાઈનલ દરમિયાન જ આ વાતની પુષ્ટિ કરી દીધી હતી કે તેઓ એક સીઝન ચાહકો માટે રમતા નજર આવશે. આઈપીએલની 17મી સીઝન એમએસ ધોનીની અંતિમ સીઝન હોવાની પૂર્ણ શક્યતા છે. ધોની 2019 બાદથી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા નહીં અને 2020માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સત્તાવાર રીતે રિટાયરમેન્ટ લઈ લીધુ હતુ. જોકે, હજુ પણ તેઓ પ્રોફેશનલ ક્રિકેટથી દૂર થયા નથી.


Google NewsGoogle News