'ધોનીનું સપનું ચકનાચૂર થઇ ગયું હતું, સ્ક્રીન પર મારી હતી ફેંટ...' હરભજને કર્યો મોટો ધડાકો
Image: Facebook
IPL 2024: મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી સૌથી કુલ ક્રિકેટર્સમાં થાય છે પરંતુ ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન તેનો ગુસ્સો ઘણી વખત નજર આવ્યો છે. આવો જ એક કિસ્સો હરભજન સિંહે જણાવ્યો છે. 2024 આઈપીએલ મેચ 18 મે એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) અને ચેન્નઈ સુપરકિંગ્સ (સીએસકે) ની વચ્ચે રમાઈ. જે દરેકને યાદ હશે. આ મેચ બાદ કઈ રીતે ધોનીએ ગુસ્સામાં સ્ક્રીન પર મુક્કો માર્યો હતો અને ઘણુ બધુ થયુ હતુ, તે વિશે હરભજન સિંહે ખુલીને વાત કરી છે, જે તે સમયે સ્ટેડિયમમાં હાજર હતો.
હરભજન સિંહે જણાવ્યું કે '18 મે એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વર્સેસ ચેન્નઈ સુપરકિંગ્સની વચ્ચે મેચ બાદ શું થયુ હતુ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમ સેલિબ્રેટ કરી રહી હતી. ધોની હાથ મિલાવવા માટે લાઈનમાં ઊભો હતો અને તે લોકો લેટ થઈ ગયા. જ્યારે સેલિબ્રેશન પૂરું થયુ ત્યાં સુધી તો ધોની અંદર જતો રહ્યો અને ધોનીએ ડ્રેસિંગ રૂમ પહેલા જે સ્ક્રીન લાગેલી હતી તેની પર ફેંટ મારી. હાર-જીતમાં આવું થાય છે. ધોનીનો પોતાનો એક વિચાર હતો. તે કદાચ વિચારી રહ્યો હતો કે આ મેચ જીતીશું, આ આઈપીએલ જીતીશુ. કદાચ તેનું એ સ્વપ્ન હતુ કે હુ ટ્રોફીની સાથે રિટાયર થઈ જાવ, તે થઈ રહ્યું નહોતું, તે ચૂર-ચૂર થઈ ગયુ હતુ.'
18 મે એ આઈપીએલ 2024 કહેવા માટે આ લીગ મેચ હતી પરંતુ કોઈ નોકઆઉટ મેચથી ઓછી નહોતી. સીએસકેને પ્લેઓફમાં પહોંચવા માટે આ મેચ જીતવાની હતી કે પછી 200 રન બનાવવા હતા અને આરસીબીને આ મેચ જીતવી હતી અને તે પણ સીએસકેને 18 રનના અંતરથી હરાવવાની હતી. અંતિમ ઓવર યશ દયાલે કરી હતી. સીએસકેને જીત માટે અંતિમ ઓવરમાં 35 રન જોઈતા હતા પરંતુ પ્લેઓફમાં પહોંચવા માટે 17 રનોની જરૂર હતી. ધોનીએ પહેલા બોલ પર સિક્સર મારી પરંતુ આગામી બોલ પર આઉટ થઈ ગયો. આરસીબીએ 27 રનથી મેચ જીતીને પ્લેઓફમાં સ્થાન બનાવ્યુ હતુ અને સીએસકે પ્લેઓફની રેસથી આઉટ થઈ ગઈ હતી.