થોડા વર્ષમાં ધોનીના મંદિરો હશે: પૂર્વ સ્ટાર ક્રિકેટરે માહીને ગણાવ્યો 'ચેન્નઈનો ભગવાન'
Image: Facebook
Ambati Rayudu on MS Dhoni: એમએસ ધોની ભલે ચાર વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી ચૂક્યો હોય પરંતુ આજે પણ જ્યારે તે ક્રિકેટના મેદાન પર ઉતરે છે તો માત્ર તેના નામનો અવાજ સંભળાય છે. ચેન્નઈમાં તેની ફેન ફોલોઈંગ એવી છે કે મેચ દરમિયાન સ્ટેડિયમ પીળા રંગમાં બદલાઈ જતુ હોય તેવું લાગતું હોય છે અને જ્યારે તે બેટિંગ માટે આવે છે તો નજારો જોવા લાયક હોય છે. ચેન્નઈમાં ધોનીની આ દિવાનગીને જોતા સીએસકેના પૂર્વ ખેલાડી અંબાતિ રાયુડૂએ ધોનીને ચેન્નઈનો ભગવાન ગણાવ્યો છે.
હુ વિશ્વાસથી કહી શકુ છુ કે...
અંબાતિ રાયુડૂએ કહ્યું કે એમએસ ધોની ચેન્નઈનો ભગવાન છે અને હુ વિશ્વાસથી કહી શકુ છુ કે થોડા વર્ષમાં એમએસ ધોનીના મંદિર ચેન્નઈમાં બનાવવામાં આવશે. તે એવી વ્યક્તિ છે જેણે દેશને બે વર્લ્ડ કપ અને ચેન્નઈને ઘણી IPL અને ચેમ્પિયન્સ લીગના ટાઈટલ જીતાડ્યા. તેણે હંમેશા પોતાના ખેલાડીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને હંમેશા દેશ અને સીએસકે માટે આ કર્યું.
ધોની ચેન્નઈમાં છેલ્લી મેચ રમ્યો
એમએસ ધોનીની વર્તમાન ફિટનેસ અને તેની વધતી ઉંમરને જોઈને અટકળ લગાવાઈ રહી છે કે ચેન્નઈ સુપર કિંગ્સ માટે IPL 2024 અંતિમ સિઝન હશે. જો આ યોગ્ય છે તો તેણે સીએસકે માટે ચેન્નઈમાં છેલ્લી મેચ રમી છે અને ધોની પણ આવું ઈચ્છતો હતો. જો સીએસકે બીજા ક્વોલિફાયર અને ફાઈનલ સુધી પહોંચી તો ચેન્નઈના ચાહકો એક વાર ફરી તેને હોમ ગ્રાઉન્ડ પર જોઈ શકશે.
ધોની પણ આ જ વિચારી રહ્યો હશે...
ચેન્નઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સ સામે રવિવારે પાંચ વિકેટથી શાનદાર જીત નોંધાવી. આ મેચ દરમિયાન રાયુડૂએ કહ્યુ કે ધોની એક લીજેન્ડ છે અને ક્રાઉડમાં દરેક તેમના માટે જશ્ન મનાવે છે અને ધોની પણ એ વિચારી રહ્યો હશે કે ચેન્નઈમાં આ તેની છેલ્લી મેચ હોઈ શકે છે.