IPL 2024: ફરી હિટ થઈ 'ધોની રિવ્યુ સિસ્ટમ': DRS મામલે અમ્પાયર પર ભારે પડ્યો માહી
LSG vs CSK Dhoni Review System: શુક્રવારે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટસે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 8 વિકેટથી વિજય મેળવ્યો હતો. જોકે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. આ મેચ દરમિયાન ફરી એક વખત 'ધોની રિવ્યુ સિસ્ટમ' હિટ થઈ ગયુ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ફરી એકવાર અમ્પાયરને ખોટો સાબિત કર્યો છે. આ સાથે જ માહીએ મેદાનની વચ્ચે અમ્પાયરની પોલ ખોલી દીધી છે.
DRS મામલે અમ્પાયર પર ભારે પડ્યો માહી
આ ઘટના ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની 19મી ઓવરમાં બની હતી. આ ઓવરમાં લખનઉ સુપર જાયન્ટ્સનો ફાસ્ટ બોલર મોહસીન ખાન બોલિંગ કરવા આવ્યો હતો. મોહસીન ખાને 19મી ઓવરનો પહેલો બોલ મહેન્દ્ર સિંહ ધોનીની સામે વાઈડ ફેંક્યો હતો. માહીની પહોંચથી બોલને દૂર રાખવા માટે મોહસીન ખાને ફરી આ જ યુક્તિ અજમાવી. મોહસીન ખાને ફરીથી આગલો બોલ ઓફ સ્ટમ્પની બહાર ફેંક્યો પરંતુ ઓન-ફિલ્ડ અમ્પાયરે તેને વાઈડ ન આપ્યો.
ત્યારબાદ ધોનીએ DRS લઈને નિર્ણય થર્ડ અમ્પાયરને સોંપવામાં આવ્યો હતો. રિપ્લેમાં ઓન-ફિલ્ડ અમ્પાયરની પોલ ખુલી ગઈ. રિપ્લેમાં સ્પષ્ટ થયું કે બોલ લાઈનની બહાર હતો. ત્યારબાદ થર્ડ અમ્પાયર બ્રુસ ઓક્સનફોર્ડે રિપ્લે જોયા બાદ મોહસીન ખાનના બોલને વાઈડ આપ્યો હતો. મોહસીન ખાને આ ઓવરમાં કુલ 15 રન આપ્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીનું DRS સફળ થયા બાદ ચાહકોએ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયાઓ આપી છે.