Get The App

ધોની મોટી સિદ્ધિ મેળવવાથી માત્ર 43 રન દૂર, ડી વિલિયર્સ અને ગેલ પણ નથી કરી શક્યા આવું

IPL 2024ની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
ધોની મોટી સિદ્ધિ મેળવવાથી માત્ર 43 રન દૂર, ડી વિલિયર્સ અને ગેલ પણ નથી કરી શક્યા આવું 1 - image
Image:File Photo

MS Dhoni : IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ લીગની પ્રથમ મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાનાર છે. ચેપોકમાં રમાનારી IPL 2024ની પ્રથમ મેચથી જ રોમાંચ જોવા મળશે. પ્રથમ મેચમાં જ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની પાસે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરવાની તક રહેશે, જેના માટે ધોનીને થોડા રન બનાવવા પડશે.

ધોની ખાસ સિદ્ધિ મેળવવાથી માત્ર 43 રન દૂર

ધોની RCB સામે રમાનારી IPL 2024ની પ્રથમ મેચમાં 43 રન બનાવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી લેશે. જો ધોની 43 રન બનાવી લેશે તો તે CSKનો બીજો ક્રિકેટર અને એકંદરે ચોથો ક્રિકેટર બની જશે જે IPLની કોઈ એક ટીમ તરફથી રમતા 5000 રન પૂરા કરશે. ધોનીએ CSK તરફથી રમતા IPLમાં અત્યાર સુધીમાં 4957 રન બનાવ્યા છે. જો તે 43 રન બનાવશે તો CSK માટે આ સિદ્ધિ મેળવનાર સુરેશ રૈના પછી તે બીજો ખેલાડી બની જશે.

ડી વિલિયર્સ-ગેલ પણ નથી મેળવી શક્યા આ સિદ્ધિ

આજ સુધી એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલ પણ તેમની IPL ફ્રેન્ચાઇઝી માટે આ સિદ્ધિ હાંસલ કરી શક્યા નથી. માત્ર વિરાટ કોહલી, રોહિત શર્મા, સુરેશ રૈનાએ IPLની કોઈપણ એક ટીમ માટે 5000થી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ RCB તરફથી રમતા અત્યાર સુધીમાં કુલ 7263 રન બનાવ્યા છે. CSK માટે સુરેશ રૈનાએ 5529 રન બનાવ્યા છે. જયારે રોહિત શર્માએ MI માટે 5314 રન બનાવ્યા છે.

ધોની મોટી સિદ્ધિ મેળવવાથી માત્ર 43 રન દૂર, ડી વિલિયર્સ અને ગેલ પણ નથી કરી શક્યા આવું 2 - image


Google NewsGoogle News