Get The App

MS ધોનીનો રહસ્યમયી સંદેશ : IPL પહેલા કર્યું એલાન, હવે નવા રોલમાં આવશે સામે, ફેન્સ મૂંઝવણમાં

IPL 2023ની ફાઈનલમાં ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ પાંચમી વખત ચેમ્પિયન બન્યું હતું

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
MS ધોનીનો રહસ્યમયી સંદેશ : IPL પહેલા કર્યું એલાન, હવે નવા રોલમાં આવશે સામે, ફેન્સ મૂંઝવણમાં 1 - image
Image:File Photo

MS Dhoni New Role In IPL 2024 : IPL 2023ની ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં સસ્પેન્સ વધારી દીધું છે. ધોનીએ સંકેત આપ્યો છે કે તે હવે IPL 2024માં નવી ભૂમિકામાં દેખાઈ શકે છે. તેની આ પોસ્ટે ફેન્સના દિલના ધબકારા વધારી દીધા છે.

ધોનીએ ચાહકોમાં સસ્પેન્સ વધાર્યું

ધોનીએ ફેસબુક પોસ્ટમાં લખ્યું, 'નવી સિઝન અને નવા 'રોલ'ની રાહ નથી જોઈ શકતો. જોડાયેલા રહો!' આ પોસ્ટમાં માહીએ એ ખુલાસો કર્યો નથી કે તેનો નવો રોલ શું હશે. આવી સ્થિતિમાં ચાહકોમાં સસ્પેન્સ વધી ગયું છે. જણાવી દઈએ કે ધોનીના નેતૃત્વ હેઠળ CSK 5 વખત ચેમ્પિયન બન્યું છે. ધોનીની કેપ્ટનશિપમાં જ ચેન્નઈ સુપર કિંગ્સે IPL 2023ની ટ્રોફી જીતી હતી. તે સમયે CSKની ટીમે ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું.

ધોનીના નામે 5 IPL ટ્રોફી જીતવાનો રેકોર્ડ

ધોનીના નામે ત્રણ ICC ટ્રોફી છે અને તે આવું કરનાર એકમાત્ર કેપ્ટન છે. જયારે તેના નામે 5 IPL ટ્રોફી જીતવાનો પણ રેકોર્ડ છે. આ રેકોર્ડમાં તે મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા સાથે સંયુક્ત રીતે ટોપ પર છે. આ ઉપરાંત ધોની ભારત માટે 60 ટેસ્ટ, 200 ODI અને 72 T20Iમાં વિકેટકીપિંગ કરનાર એકમાત્ર કેપ્ટન છે. 

MS ધોનીનો રહસ્યમયી સંદેશ : IPL પહેલા કર્યું એલાન, હવે નવા રોલમાં આવશે સામે, ફેન્સ મૂંઝવણમાં 2 - image


Google NewsGoogle News