VIDEO: ચહલને પોતાની આંગળીઓ પર નચાવે છે ધનશ્રી વર્મા, ખુદ કર્યો હતો ખુલાસો
Image: Facebook
Dhanashree Verma Yuzvendra Chahal: ધનશ્રી વર્મા પોપ્યુલર ડાન્સર અને કોરિયોગ્રાફર છે. તે રિયાલિટી શો 'ઝલક દિખલા જા' માં પણ નજર આવી હતી. શો માં તેનો ક્રિકેટર પતિ યુઝવેન્દ્ર ચહલ પણ પહોંચ્યો હતો. ત્યાં બનેની વચ્ચે ખૂબ સારું બોન્ડિંગ જોવા મળ્યું હતું. ધનશ્રીનો ડાન્સ જોઈને યુઝવેન્દ્ર લટ્ટુ થઈ ગયો હતો.
ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ અત્યારે ચર્ચામાં છે. બંનેના અણબનાવના સમાચાર આવી રહ્યાં છે. બંને ટૂંક સમયમાં ડિવોર્સ લઈ શકે છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા છે. યુઝવેન્દ્રએ ધનશ્રી સાથેના ફોટો પણ હટાવી દીધા છે. કપલે સત્તાવાર કંઈ પણ રિએક્ટ કર્યું નથી.
ધનશ્રીની ડિમાન્ડ, યુઝવેન્દ્રનો ખુલાસો
શો ઝલક દિખલા જાની વાત કરીએ તો આમાં ધનશ્રી અને યુઝવેન્દ્ર ચહલે એક ગેમ રમી હતી. આ દરમિયાન ધનશ્રીએ બોર્ડ પકડવાનું હતું, જેની પર એક શબ્દ લખેલો હતો અને યુઝવેન્દ્રને તે શબ્દ ધનશ્રીને સમજાવવાનો હતો. આ દરમિયાન ખૂબ મસ્તી મજાક થઈ.
આ પણ વાંચો: ગોવિંદાએ છોકરી પર ગરમ-ગરમ દૂધ ફેંક્યું હતું, પત્નીએ જણાવ્યો એક મુલાકાતનો રસપ્રદ કિસ્સો
પહેલો શબ્દ ડાયમંડ હતો જ્યારે ધનશ્રીએ ડાયમંડ લખેલું બોર્ડ પકડ્યું તો યુઝવેન્દ્રએ કહ્યું હતું કે 'આ તે વસ્તુ છે જે તું લડાઈ બાદ ડિમાન્ડ કરે છે' પરંતુ ધનશ્રી શબ્દનું અનુમાન લગાવી શકી નહીં. જ્યારે ધનશ્રીએ શબ્દ જોયો તો તેણે કહ્યું કે 'હું ડાયમંડ માગતી નથી પરંતુ યુઝવેન્દ્રએ જ ડાયમંડ પહેરેલો છે.'
તે બાદ બીજો શબ્દ હતો ભાંગડા. તે શબ્દ જોયા બાદ યુઝવેન્દ્ર કહે છે કે 'આ તે શબ્દ છે જે હું તારી આંગળીઓ પર કરું છું.' તો ધનશ્રી કહે છે 'મારી આંગળીઓ પર શું કરે છે? નાચે છે.' આ સાંભળીને તમામ હસે છે પછી યુઝવેન્દ્ર કહે છે તેનાથી અલગ. પછી તમામ હિંટ આપે છે કે યુઝવેન્દ્રને શું શીખવાડ્યું હતું પરંતુ ધનશ્રી શબ્દ સમજી શકતી નથી.