ગિલને ફ્રેકચર, રોહિત શર્મા અંગે સસ્પેન્સ: ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં આ બે ખેલાડી કરી શકે છે ડેબ્યૂ
IND Vs AUS : ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝ 3-0 શરમજનક રીતે હાર્યા બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા સામે 5 મેચની સીરિઝ રમશે. ભારત માટે આ સીરિઝ મહત્ત્વપૂર્ણ છે કારણ કે જો ભારતીય ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચવું હોય તો આ સીરિઝ 4-0થી જીતવી પડશે. ઈતિહાસમાં પહેલી વખત બંને ટીમો વચ્ચે 5 મેચની સીરિઝ રમાઈ રહી છે. જેની પહેલી મેચ પર્થના મેદાન પર રમાશે. ભારતે વર્ષ 2018-19માં તેની પહેલી સીરિઝ જીતી હતી. અને ત્યારબાદ ટીમે વર્ષ 2020-21માં પણ સીરિઝ કબજે કરી હતી. હવે ટીમમી નજર હેટ્રિક કરવા પર હશે.
ગિલને થયો ઈજાગ્રસ્ત
આ દરમિયાન ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે ટીમનો ઓપનર શુભમન ગિલ ઈજાગ્રસ્ત થઇ ગયો છે. ફિલ્ડિંગ કરતી વખતે ગિલ ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તે મેદાન છોડીને જતો રહ્યો હતો. પછી સ્કેનિંગ કરતા જાણવા મળ્યું કે ગિલના અંગુઠામાં ફ્રેક્ચર થઇ ગયું છે. બીજી તરફ ટીમનો કેપ્ટન રોહિત શર્મા પિતા બની ગયો છે. અને હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તે પર્થમાં યોજાનારી પહેલી ટેસ્ટમાં રમશે કે નહીં. જો રોહિત પર્થ ટેસ્ટમાં ભાગ નહીં લે તો તેની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.
કોણ કરશે ઓપનીંગ?
ગિલ સિવાય અન્ય ખેલાડી કે એલ રાહુલ પણ ઈજાગ્રસ્ત થયો હતો. જો કે તે નેટમાં પ્રેક્ટીસ કરતો જોવા મળ્યો હતો. તેથી હવે મનાઈ રહ્યું છે કે રાહુલ પહેલી મેચમાં રમી શકે છે. આ સિવાય યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગની જવાબદારી દેવદત્ત પડિક્કલ અથવા સાઈ સુદર્શનને સોંપાઈ શકે છે. કારણ કે હજુ સુધી મેનેજમેન્ટે અભિમન્યુ ઇશ્વરન પર વિશ્વાસ કર્યો નથી. જો કે આવનારા સમયમાં ટીમ સાઇ સુદર્શનને અજમાવી શકે છે.
સરફરાઝની જગ્યા આ ખેલાડી લઇ શકે છે
વિરાટ કોહલી નંબર 4 અને તેના પછી રિષભ પંત બેટિંગ કરવા આવી શકે છે. સરફરાઝ ખાનની જગ્યાએ ધ્રુવ જુરેલને તક મળી શકે છે. ધ્રુવે ઇન્ડિયા A માટે ઓસ્ટ્રેલિયા સામેની અન ઓફિશિયલ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ 4 બોલરો સાથે ઉતરી શકે છે. જેમાં જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપનો સમાવેશ થાય છે. અને આ સિવાય સ્પીનર આર અશ્વિનને રમવાની તક મળશે.
પર્થ ટેસ્ટમાં ભારતની સંભવિત પલેયિંગ-11
દેવદત્ત પડિકલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ (કેપ્ટન), મોહમ્મદ સિરાજ.