IND vs ENG : ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 4,000થી વધુ રન બનાવનાર બેટરે ધર્મશાલા ટેસ્ટમાં કર્યું ડેબ્યૂ, અશ્વિને સોંપી કેપ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝમાં 3-1થી આગળ છે
Image:Twitter |
Devdutt Padikkal Debut : ધર્મશાલામાં રમાઈ રહેલી ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં દેવદત્ત પડિકલે ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા રવિચંદ્રન અશ્વિને પડિક્કલને ડેબ્યુ કેપ સોંપી હતી. આ પહેલા રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ફાસ્ટ બોલર આકાશ દીપે ભારત તરફથી ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. હવે દેવદત્ત પડિક્કલને પણ ડેબ્યુ કરવાની તક મળી છે. પડિકલે ભારત માટે T20Iમાં ડેબ્યુ કર્યું છે.
શ્રીલંકા સામે T20I ડેબ્યુ કર્યું
દેવદત્ત પડિક્કલે જુલાઈ 2021માં શ્રીલંકા સામે રમાયેલી T20I મેચ દ્વારા ભારત માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યું હતું. જો કે ત્યારે ફક્ત 2 T20I મેચ રમવાની તક મળી હતી. કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું કે રજત પાટીદારની જગ્યાએ દેવદત્તને ડેબ્યુ કરવાની તક મળી છે. ધર્મશાલા ટેસ્ટ પહેલા ટ્રેનિંગ દરમિયાન પાટીદાર ઈજાગ્રસ્ત થયો હતો.
ટેસ્ટ સીરિઝમાં ભારત માટે ઘણા ખેલાડીઓએ ડેબ્યુ કર્યું
ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ સીરિઝમાં ભારત માટે ઘણા ખેલાડીઓએ ડેબ્યુ કર્યું હતું. સૌથી પહેલા રજત પાટીદારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ પછી સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી ફાસ્ટ બોલર આકાશદીપે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટિંગ કરિયર
મધ્યપ્રદેશ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી રહેલા દેવદત્ત પડિક્કલે અત્યાર સુધીમાં 58 ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે, જેમાં તેણે 99 ઇનિંગ્સમાં 43.68ની એવરેજથી 4063 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 12 સદી અને 22 ફિફ્ટી ફટકારી છે, જેમાં તેનો ઉચ્ચ સ્કોર 196 રન હતો.