દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં ઐતિહાસિક જીત બાદ પણ ભારતીય ટીમને થયું મોટું નુકસાન, ઓસ્ટ્રેલિયાને ફાયદો
કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હતું
ICC Test Rankings: ભારતીય ટીમે પ્રથમવાર કેપટાઉનમાં દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવીને ઐતિહાસિક જીત નોંધાવી હતી. પરંતુ આ શાનદાર જીત બાદ પણ ભારતીય ટીમ આઈસીસી રેન્કિંગમાં નંબર વન નથી. ઓસ્ટ્રેલિયા પ્રથમ નંબરે છે, જેણે પાકિસ્તાનને સતત બે ટેસ્ટ મેચમાં હરાવ્યું હતું.
દક્ષિણ આફ્રિકા સામે બે મેચની ટેસ્ટ સીરિઝમાં પ્રથમ મેચમાં હાર અને બીજી મેચમાં જીતી મેળવનારી ભારતીય ટીમ આઈસીસી રેન્કિંગમાં 117 રેટિંગ અને 3746 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 118 રેટિંગ અને 3534 પોઈન્ટ સાથે ટોચ પર છે. ઈંગ્લેન્ડની ટીમ 115 રેટિંગ અને 4941 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ચોથા નંબરે છે. જેનું રેટિંગ 106 અને 2536 પોઈન્ટ છે. ત્યાર બાદ ન્યુઝીલેન્ડ 95 રેટિંગ અને 2471ના પોઈન્ટ સાથે પાંચમાં નંબરે છે.
પાકિસ્તાનની હાલત ખરાબ
ટેસ્ટ રેન્કિંગમાં પાકિસ્તાનની હાલત ઘણી ખરાબ છે. પાકિસ્તાનની ટીમ 91 રેટિંગ અને 2304 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબરે છે. પાકિસ્તાન હાલમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે, જ્યાં તે પ્રથમ બે ટેસ્ટ હારી ગયું છે. સતત બે ટેસ્ટ હારવાને કારણે પાકિસ્તાનને રેન્કિંગમાં ઘણું નુકસાન થયું છે.