Get The App

BGTમાં જીત છતાં ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન બદલ્યો, કમિન્સના સ્થાને હવે દિગ્ગજને સોંપાયું સુકાન

Updated: Jan 9th, 2025


Google NewsGoogle News
BGTમાં જીત છતાં ઓસ્ટ્રેલિયાએ કેપ્ટન બદલ્યો, કમિન્સના સ્થાને હવે દિગ્ગજને સોંપાયું સુકાન 1 - image


Image: Facebook

Australia vs Sri Lanka: શ્રીલંકા વિરુદ્ધ થનારી ટેસ્ટ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયાની 16 સભ્યની ટીમની જાહેરાત કરી દેવાઈ છે. 29 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી શ્રીલંકા વિરુદ્ધ બે ટેસ્ટ મેચ માટે સ્ટીવ સ્મિથને વચગાળાનો કેપ્ટન નિમણૂક કરવામાં આવ્યો છે. સ્મિથ પેટ કમિન્સની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે જે પેટરનિટી લીવ પર છે અને એડીમાં સામાન્ય સમસ્યાથી પીડાઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાએ પૂર્વ અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ કેપ્ટન કૂપર કોનોલીને પહેલી વખત ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. યુવા ખેલાડી નાથન મેકસ્વીનીને તાજેતરમાં જ બોર્ડર-ગાવસ્કર સીરિઝમાં મેલબોર્ન અને સિડની ટેસ્ટમાં ન રમવા છતાં ટીમમાં પાછો બોલાવવામાં આવ્યો છે.

સ્પિનર મેટ કુહનેમેન અને ટોડ મર્ફીની પણ ટીમમાં વાપસી થઈ છે. જોકે ટીમને પગની ઈજાના કારણે જોશ હેઝલવુડ અને મિચેલ માર્શની ખોટ વર્તાશે. જોશ અને માર્શ બંનેની નજર આગામી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પર ટકેલી છે. જે પાકિસ્તાન અને દુબઈમાં થવાની છે. ગ્લેન મેક્સવેલ, એડમ જામ્પા અને પીટર હેન્ડ્સકોમ્બ જેવા ખેલાડીઓને આ પ્રવાસ માટે સંભવિત મુસાફરો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમની પસંદગી કરવામાં આવી નહીં. શ્રીલંકા વિરુદ્ધ થનાર બંને મેચ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023- 2025 સાઈકલનો ભાગ છે પરંતુ ફાઈનલમાં અંતિમ સ્થાન પહેલેથી નક્કી છે જ્યાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની ટક્કર થવાની છે.

આ પણ વાંચો: VIDEO: આને કહેવાય ફિલ્ડિંગ! સ્મિથે 'સુપરમેન' જેવી ડાઈવ લગાવીને પકડ્યો ખતરનાક કેચ

ઓસ્ટ્રેલિયા ટીમ: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કૂપર કોનોલી, ટ્રેવિસ હેડ (વાઈસ કેપ્ટન), જોશ ઈંગલિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોંસ્ટાસ, મેટ કુહનેમન, માર્નસ લાબુશેન, નાથન લિયોન, નાથન મેકસ્વીની, ટોડ મર્ફી, મિશેલ સ્ટાર્ક, બ્યૂ વેબસ્ટર.

શ્રીલંકા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝ 29 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી- ગોલ 6 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી- ગોલ


Google NewsGoogle News