Get The App

PAK vs ENG : 147 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આટલી શરમજનક હાર, ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ધૂળ ચટાડી, રેકૉર્ડ્સ તૂટ્યાં

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
PAK vs ENG : 147 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આટલી શરમજનક હાર, ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ધૂળ ચટાડી, રેકૉર્ડ્સ તૂટ્યાં 1 - image

Pakistan vs England, First Test Match : હાલમાં પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરિઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડે પાકિસ્તાનને એક ઇનિંગ અને 47 રને હરાવ્યું હતું. પાકિસ્તાનની  આ સૌથી શરમજનક હાર છે. આ હારની સાથે જ ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષ જૂના ઇતિહાસમાં પાકિસ્તાનને સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. આ માટે એક મહત્ત્વપૂર્ણ કારણ છે.

હકીકતમાં, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી આવું ક્યારેય બન્યું નથી કે કોઈ ટીમે પહેલી ઇનિંગમાં 500થી વધુ રન કર્યા બાદ ઇનિંગ અને રનના તફાવતથી હારી હોય. પરંતુ મુલ્તાન ખાતેની ટેસ્ટમાં આ રેકોર્ડ તૂટી ગયો હતો. આ જ  રીતે પાકિસ્તાનના નામ સાથે શરમજનક હારનો ઉમેરો થયો છે. પાકિસ્તાની ટીમે પહેલી ઇનિંગમાં 556 રન બનાવ્યા હતા. પરંતુ બીજી ઇનિંગમાં 220 રનના સ્કોર પર ટીમ પડી ભાંગી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડના બોલરોનો સંપૂર્ણ દબદબો રહ્યો હતો.

પાકિસ્તાનની ટીમે પહેલી ઇનિંગમાં 556 રન કર્યા હતા. આ ઇનિંગમાં શફીક, શાન મસૂદ, આગા સલમાને સદી ફટકારી હતી. શફીકે 184 બોલમાં 102 ર્ક કર્યા હતા. જયારે શાન મસૂદે 151 રનની ઇનિંગ રમી હતી. તેણે 13 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય સલમાને 104 રન કરી અણનમ રહ્યો હતો. તેણે 119 બોલનો સામનો કરી 10 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા.

ઇંગ્લેન્ડ માટે હેરી બ્રુકે ત્રેવડી સદી ફટકારી હતી. તેણે 317 રનની ઇનિંગ રમી હતી. બ્રુકે 317 રનની શાનદાર ઇનિંગ રમી હતી. 322 બોલનો સામનો કરતા તેણે 29 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય જો રૂટે બેવડી સદી ફટકારી હતી. તેણે 262 રન બનાવ્યા હતા. આ રીતે ઈંગ્લેન્ડે 823 રન કરીને પોતાની પહેલી ઇનિંગ ડિકલેર કરી હતી. જવાબમાં પાકિસ્તાનની ટીમ બીજી ઇનિંગમાં 220 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ પણ વાંચો : 'ડર્યા વિના રમીને તેમને ઘરમાં જ હરાવીશું...', ન્યૂઝીલેન્ડના નવા કેપ્ટનની ટીમ ઈન્ડિયાને ચેલેન્જ!

પાકિસ્તાની ખેલાડીઓએ મુલ્તાન ટેસ્ટમાં પાકિસ્તાન માટે સૌથી વધુ સદી ફટકારી હતી. પરંતુ તેમ છતાં ટીમ મેચ હારી ગઈ હતી. આવું ત્રીજી વખત બન્યું છે કે, જ્યારે કોઈ ટીમે સૌથી વધુ સદી ફટકારી હોય અને તેમને હારનો સામનો કરવો પડ્યો હોય. સન 1992માં શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કોલંબોમાં રમાયેલી મેચમાં 3 સદી ફટકારવામાં આવી હતી. પરંતુ આ મેચ શ્રીલંકાને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને મુલતાન ટેસ્ટમાં પણ 3 સદી ફટકારી હતી. અને હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ 2022માં પણ પાકિસ્તાન સાથે આવું જ કંઈક થયું હતું.

PAK vs ENG : 147 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આટલી શરમજનક હાર, ઈંગ્લેન્ડે પાકિસ્તાનને ધૂળ ચટાડી, રેકૉર્ડ્સ તૂટ્યાં 2 - image


Google NewsGoogle News