બેવડી સદી છતા ટીમથી બહાર થયો દિગ્ગજ ખેલાડી, સામે આવ્યું કારણ
Sarfaraz Khan : તાજેતરમાં યોજાયેલા ઈરાની કપમાં ભારતીય બોલર સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરતા બેવડી સદી ફટકારી હતી. તેની ઈનિંગની મદદથી મુંબઈએ ઈરાની ટ્રોફી જીતવામાં સફળ રહ્યું હતું. જો કે, હવે આગામી રણજી ટ્રોફી માટે સરફરાઝ ખાનને મુંબઈની ટીમમાં સ્થાન મળ્યું નથી. તેને પહેલી મેચ માટે જગ્યા આપવામાં આવી નથી.
11 ઓક્ટોબરથી મુંબઈ રણજી ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. જ્યાં તેનો સામનો બરોડાની ટીમ સામે થશે. આ પછી ટીમ 18 ઓક્ટોબરે મહારાષ્ટ્ર સામે રમશે. જો કે સરફરાઝને પહેલી બે મેચમાં ટીમમાં સ્થાન માંલ્લ્યું નથી.
હવે સરફરાઝ ખાનને આગામી ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સીરિઝમાં સ્થાન મળવાની આશા છે. મુંબઈની પહેલી બે રણજી મેચો અને ભારત વિ. ન્યુઝીલેન્ડની મેચો આજુબાજુની તારીખોમાં રમવાની છે. જેને લઈને સરફરાઝને મુંબઈ ટીમમાં સ્થાન મળ્યું નથી. ગત રણજી સીઝનમાં શાનદાર પ્રદર્શન કરતા અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ટીમે ટ્રોફી પોતાને નામે કરી હતી.
ઈરાની કપ 2024માં મુંબઈ તરફથી રમતા સરફરાઝે રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે જોરદાર પ્રદર્શન કરતા બેવડી સદી ફટકારી હતી. સરફરાઝે પહેલી ઇનિંગમાં 222 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના કારણે મુંબઈએ ખિતાબ જીત્યો હતો. તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી 2 મેચની ટેસ્ટ સીરિઝમાં રમવાની સરફરાઝ ખાનને તક મળી હતી. જો કે અંતિમ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું.
પહેલી બે મેચ માટે મુંબઈની ટીમ
અજિંક્ય રહાણે (કેપ્ટન), પૃથ્વી શૉ, આયુષ મ્હાત્રે, અંગકૃષ રઘુવંશી, શ્રેયસ અય્યર, સિદ્ધેશ લાડ, સૂર્યાંશ શેડગે, હાર્દિક તામોરે (વિકેટકીપર), સિદ્ધાંત અધાતરાવ (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયન, હિમંત સિંહ, શાર્દુલ ઠાકુર, મોહિત અવસ્થી, મોહમ્મદ જુનૈદ ખાન, રોયસ્ટન ડાયસ.