દિલ્હી મેચ તો જીતી પણ પ્લે ઓફમાં પ્રવેશવાની આશા ધુંધળી, લખનઉને 19 રને પરાજય આપ્યો

Updated: May 15th, 2024


Google NewsGoogle News
દિલ્હી મેચ તો જીતી પણ પ્લે ઓફમાં પ્રવેશવાની આશા ધુંધળી, લખનઉને 19 રને પરાજય આપ્યો 1 - image


IPL 2024 Playoffs Chances: IPL 2024 ની 64મી મેચ મંગળવારે દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં દિલ્હીએ 19 રને જીત મેળવીને પ્લેઓફની રેસમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું હતું. જોકે, તેમના માટે ક્વોલિફાઈંગ એક મોટો પડકાર છે. આ સાથે જ દિલ્હીની જીતનો ફાયદો રાજસ્થાનને થયો અને ટીમ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ. લખનઉને પણ ક્વોલિફાય કરવું મુશ્કેલ માનવામાં આવે છે.

દિલ્હીની પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત

દિલ્હી કેપિટલ્સે તેની આખરી લીગ મેચમાં લખનઉને 19 રનથી હરાવ્યું હતુ. સમીકરણની રીતે દિલ્હીની પ્લેઓફમાં પ્રવેશવાની આશા જીવંત છે, પણ 0.377નો રન રેટ જોતા તેઓ ટોપ- ફોરની રેસમાંથી બહાર જ મનાય છે. હાલ તેઓ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. જીતવા માટેના 209ના ટાર્ગેટ સામે 44/4 પર ફસડાયેલા લખનઉએ પૂરણ (27 બોલમાં 61) અને અર્ષદ (33બોલમાં 58*)ના સંઘર્ષને સહારે 9 વિકેટે 189 રન કર્યા હતા અને તેઓ 19 રનથી જ હાર્યા હતા.

લખનઉનો પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમ

લખનઉનો રનરેટ પણ 0.787 છે અને તેઓ પોઈન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે. તેઓની આખરી મેચ 17મી એ મુંબઈ સામે છે. જે જીતે તો પણ 0.787 રનરેટ તેમની આગેકૂચમાં અવરોધ બની શકે.

સ્ટબ્સ 25 બોલમાં 3 ચોગ્ગા, 4 છગ્ગા સાથે અણનમ 57 અને ઓપનર પોરેલે 33 બોલમાં 5 ચોગ્ગા, 4 છગ્ગા સાથે 58 રનની આક્રમક ઇનિંગ રમતા દિલ્હી કેપિટલ્સે 50 ઓવરોમાં 4 વિકેટે 208 રનનો સ્કોર મુકી લખનઉ સુપર જાયન્ટસને જીતવા માટે 209 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

દિલ્હી મેચ તો જીતી પણ પ્લે ઓફમાં પ્રવેશવાની આશા ધુંધળી, લખનઉને 19 રને પરાજય આપ્યો 2 - image


Google NewsGoogle News