દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને છ વિકેટથી હરાવ્યું, ઋષભ પંતે પૂરા કર્યા 3000 રન
LSG vs DC : ઈન્ડિયન પ્રીમિયર લીગની મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને છ વિકેટથી હરાવ્યું છે. શુક્રવારે (12 એપ્રિલ) લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહાર વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં દિલ્હીને જીત માટે 168 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેમણે 18.1 ઓવરમાં હાંસલ કરી લીધો. આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સની લખનઉ સુપર જાયન્ટ્સ પર આ પહેલી જીત છે. આ પહેલા દિલ્હી લખનઉ સામે સતત ત્રણ મેચ હાર્યું હતું. સાથે જ દિલ્હી એવી પહેલી ટીમ બની ગઈ છે, જેમણે લખનઉ સામે 160 અથવા તેનાથી વધારે રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક હાંસલ કર્યો હોય.
દિલ્હી કેપિટલ્સની જીતના હીરો ઓસ્ટ્રેલિયન ખેલાડી જેક ફ્રેઝર-મૈકગર્ક રહ્યા. પોતાની ડેબ્યૂ આઈપીએલ મેચ રમી રહેલા જેકે 35 બોલ પર 55 રનની ઈનિંગ રમી, જેમાં પાંચ છગ્ગા અને બે ચોગ્ગા સામેલ રહ્યા. જેક અને કેપ્ટન ઋષભ પંત વચ્ચે ત્રણ વિકેટ માટે 77 રનની પાર્ટનરશિપ થઈ જેને લખનઉની આશા તોડી નાખી. પંતે 24 બોલ પર 41 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્યા અને બે છગ્ગા સામેલ રહ્યા. પૃથ્વી શોએ પણ 32 રનની ઈનિંગ રમી.
ઋષભ પંતે પૂરા કર્યા 3000 રન
આઈપીએલ 2024ની 26મી મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે મોટો રેકોર્ડ બનાવ્યો છે. પંતે પોતાના આઈપીએલ કરિયરના 3000 રન પૂરા કર્યા છે.