મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો આપવાના હતા રોહિત શર્મા, આ ટીમે કરી હતી કેપ્ટનશીપની ઓફર
હાર્દિક પંડ્યાને મુંબઈ ઇન્ડિયન્સની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે
મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ સાથે 17.5 કરોડ રૂપિયામાં હાર્દિક પંડ્યાને ટ્રેડ કર્યો હતો
Image:Twitter |
Delhi Capitals Approach Mumbai Indians For Rohit Sharma : મુંબઈ ઇન્ડિયન્સે કેપ્ટન રોહિત શર્માને હટાવીને ટીમની કમાન હાર્દિક પંડ્યાને સોપીને IPL ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય લીધો છે. પાંચ વખત મુંબઈને ચેમ્પિયન બનાવનાર કેપ્ટન રોહિત શર્માને હટાવવાના નિર્ણયથી ચાહકો ખુશ દેખાઈ રહ્યા નથી. હાર્દિક પંડ્યાના ટ્રેડના સમાચાર પહેલા જ લીક થઇ ગયા હતા. આ દરમિયાન હવે એક રિપોર્ટ સામે આવી છે જેના મુજબ દિલ્હી કેપિટલ્સે પણ રોહિત શર્માને ટ્રેડ કરવા માટે મુંબઈ ઇન્ડિયન્સનો સંપર્ક કર્યો હતો.
મુંબઈ ઇન્ડિયન્સે નકારી ઓફર
રિપોર્ટમાં જણાવ્યા મુજબ જયારે મુંબઈ ઇન્ડિયન્સ હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવાની વાતચીત કરી રહી હતી તે દરમિયાન દિલ્હી કેપિટલ્સે રોહિતને ટ્રેડ કરવા માટે મુંબઈ ઇન્ડિયન્સને સંપર્ક કર્યો હતો. પરંતુ મુંબઈ ઇન્ડિયન્સે દિલ્હીના આ ઓફરને નકારી દીધી હતી. કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ અન્ય ફ્રેન્ચાઈઝી સાથે ખેલાડીઓની ટ્રેડીંગ કરતી નથી. રોહિતને મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન પદથી હટાવ્યાના એક દિવસ પછી આ ખુલાસો થયો હતો.
રોહિતના નેતૃત્વમાં હાર્દિકે કર્યું હતું ડેબ્યુ
હવે માનવામાં આવી રહ્યું છે કે રોહિત મુંબઈની સાથે જ રહેશે અને હાર્દિકના નેતૃત્વમાં રમશે. હાર્દિક પંડ્યાએ વર્ષ 2015માં રોહિત શર્માના નેતૃત્વમાં જ IPL ડેબ્યુ કર્યું હતું. તે પછી તેણે પોતાની બેટિંગ અને બોલિંગના દમ પર IPL 2022માં ડેબ્યુ કરનાર ગુજરાત ટાઈટન્સની ટીમને ખિતાબ જીતાવ્યો હતો અને બીજી સિઝનમાં તે રનર અપ રહી હતી.