બિગ બેશ લીગમાં દિલ્હીનો ઓલરાઉન્ડર છોકરો ચમક્યો, ઓસ્ટ્રેલિયાની ટીમમાં મળશે સ્થાન!
Big Bash League, Nikhil Chaudhary : હાલ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ (BBL) 2024-25 રમાઈ રહી છે. જેમાં ભારતીય મૂળનો ઓલરાઉન્ડર નિખિલ ચૌધરી છવાઈ ગયો છે. નિખિલ હોબાર્ટ હરિકેન્સ તરફથી રમી રહ્યો છે. 15 જાન્યુઆરીના રોજ બ્રિસ્બેન હીટ સામે નિખિલે 27 બોલમાં 39 રનની તોફાની ઇનિંગ રમી હતી. જેમાં ચાર ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો.
BBLમાં નિખિલનું શાનદાર પ્રદર્શન
જો આપણે BBLની વર્તમાન સિઝન પર નજર કરીએ તો નિખિલે 9 મેચમાં 27.14 ની સરેરાશથી 190 રન બનાવ્યા છે. આ સિવાય 28 વર્ષીય નિખિલ ચૌધરીએ બોલથી પણ કમાલ કરી હતી. તેણે ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણ વિકેટ ઝડપી છે. નિખિલ 5 વર્ષ પહેલાં ભારત છોડીને બ્રિસ્બેન જતો રહ્યો ગયો. પછી તેણે ઓસ્ટ્રેલિયામાં ક્લબ ક્રિકેટમાં બેટ અને બોલથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો: BCCI એ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે બનાવ્યાં 10 કડક નિયમ, પાલન નહીં કરે તો થશે સજા
અત્યાર સુધીમાં નિખિલની ક્રિકેટ કારકિર્દી
નિખિલ ગગનચુંબી છગ્ગા ફટકારવા માટે જાણીતો છે. નિખિલના ટેલેન્ટને જોઈને હોબાર્ટ હરિકેન્સે તેને BBLની છેલ્લી સિઝનમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. બિગ બેશમાં પોતાની ડેબ્યૂ મેચમાં નિખિલ ચૌધરીએ પર્થ સ્કોર્ચર્સ સામે 40 રન બનાવ્યા હતા. નિખિલનો જન્મ દિલ્હીમાં થયો હતો અને તે પંજાબ માટે લિસ્ટ-A ક્રિકેટ રમી ચૂક્યો છે. તેણે અત્યાર સુધીમાં 2 લિસ્ટ-A અને 29 T20 મેચ રમી છે. ભવિષ્યમાં નિખિલ ઓસ્ટ્રેલિયા માટે T20 ક્રિકેટ રમતા જોવા મળે તો નવાઈ નહીં લાગે.