IND vs SA: ભારતીય ટીમને એકસાથે બે ઝટકા, 2 સ્ટાર બોલર સિરીઝથી બહાર

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આવતીકાલથી ત્રણ મેચની વનડે સિરીઝ શરુ થવાની છે

સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ 26 ડિસેમ્બરથી શરુ થવાની છે

Updated: Dec 16th, 2023


Google NewsGoogle News
IND vs SA: ભારતીય ટીમને એકસાથે બે ઝટકા, 2 સ્ટાર બોલર સિરીઝથી બહાર 1 - image
Image:Twitter

Mohammed Shami & Deepak Chahar Out From ODI And Test Series IND vs SA : હાલ ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. તે સાઉથ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટની સિરીઝ રમવાની છે. T20I સિરીઝ ડ્રો થયા બાદ હવે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝનો પ્રારંભ આવતીકાલેથી થવાનો છે. તે પહેલા ભારતીય ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. વનડે ટીમમાંથી દીપક ચહરે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે, જયારે ટેસ્ટ સ્ક્વોડનો ભાગ રહેનાર મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે.

દીપક અને શમી થયા ટીમથી બહાર

BCCIએ બંને બોલરો વિશે માહિતી શેર કરી છે. આ પહેલા દીપક ચહર સાઉથ આફ્રિકા સામે રમાયેલી T20 સિરીઝમાં ભારતીય ટીમનો ભાગ હતો, પરંતુ તેણે કોઈ મેચ રમી ન હતી, તે ટીમ સાથે સાઉથ આફ્રિકા આવ્યો ન હતો. હવે તેણે આવતીકાલથી શરૂ થનારી ત્રણ મેચની વનડે સિરીઝમાંથી પરિવારમાં મેડિકલ પ્રોબ્લેમના કારણે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. મોહમ્મદ શમી અંગે BCCIએ કહ્યું કે મેડિકલ ટીમે શમીની ફિટનેસ અંગે કઈ ક્લિયર કર્યું નથી, જેના કારણે તે 26 ડિસેમ્બરથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.

દીપક ચહરના બહાર થયા બાદ અપડેટેડ ભારતીય ટીમ

કે.એલ રાહુલ (C/wkt), ઋતુરાજ ગાયકવાડ, સાંઈ સુદર્શન, તિલક વર્મા, રજત પાટીદાર, રિંકુ સિંહ, શ્રેયસ અય્યર, સંજુ સેમસન (wkt), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મુકેશ કુમાર, આવેશ કુમાર, અર્શદીપ સિંહ, આકાશ દીપ

IND vs SA: ભારતીય ટીમને એકસાથે બે ઝટકા, 2 સ્ટાર બોલર સિરીઝથી બહાર 2 - image


Google NewsGoogle News