સ્ટાર ક્રિકેટર પર પડ્યો દુ:ખનો પહાડ, પિતાને આવ્યો બ્રેઈન સ્ટ્રોક, હોસ્પિટલમાં કરાયા દાખલ
એક લગ્ન સમારોહ દરમિયાન આવ્યો હતો બ્રેઈન સ્ટ્રોક
Image:Social Media |
Deepak Chahar Father Suffers Brain Stroke : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી T20 સિરીઝ દરમિયાન ભારતીય ટીમનો ફાસ્ટ બોલર દીપક ચહર અચાનક જ તેના ઘરે પરત ફરી ગયો હતો. આ દરમિયાન કેપ્ટન સૂર્યકુમાર યાદવે જણાવ્યું હતું કે ચહરને મેડિકલ ઈમરજન્સી હતી જેના કારણે તેણે સિરીઝની અધવચ્ચે ઘરે જવાનો નિર્ણય લેવો પડ્યો હતો. તે પછી સૌ કોઈ એ જાણવા માંગતા હતા કે એવી તે કેવી ઈમરજન્સી હતી કે દીપકને ઘરે પરત જવું પડ્યું હતું. જણાવી દઈએ કે દીપક ચહરના પિતા લોકેન્દ્ર ચહર બ્રેઈન હેમરેજના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દીપક ચહરના પિતાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો
મળેલી માહિતી મુજબ દીપકના પિતાની સ્થિત ખુબ ગંભીર છે. અલીગઢના એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. જ્યારે દીપકને તેના પિતા વિશે આ માહિતી મળી તો તે તરત જ હોસ્પિટલ પહોંચ્યો હતો. ડોક્ટરોનું કહેવું છે કે દીપકના પિતાને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. મળેલી માહિતી મુજબ દીપકના પિતા બીમાર થયાના પહેલા એક લગ્ન સમારોહમાં ગયા હતા. સમારોહમાં અચાનક તેમની તબિયત બગાડી હતી. જે પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.