Get The App

ધોની ભાઈની યાદ આવશે...', MIમાં સામેલ થયા બાદ સ્ટાર બોલરનું નિવેદન વાઇરલ

Updated: Nov 26th, 2024


Google NewsGoogle News
ધોની ભાઈની યાદ આવશે...', MIમાં સામેલ થયા બાદ સ્ટાર બોલરનું નિવેદન વાઇરલ 1 - image


Deepak Chahar Reaction on MS Dhoni CSK: IPL 2025ના મેગા ઓક્શનમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના ઘણા જૂના ખેલાડીઓને ખરીદી લીધા છે. પરંતુ દીપક ચાહર એવા ખેલાડીઓમાંથી એક છે જેમના પર ચેન્નાઈ મેનેજમેન્ટે બોલી તો લગાવી હતી પરંતુ વધુ રકમને કારણે ખરીદી ન શક્યા. તેને મુંબઈ ઈન્ડિયન્સે 9.25 કરોડમાં ખરીદ્યો છે. હવે એક મીડિયા ઈન્ટરવ્યુમાં દીપકને ચેન્નાઈ અને એમએસ ધોનીનો સાથ છોડવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેના પર  ભારતીય ફાસ્ટ બોલરનું નિવેદન વાઈરલ થઈ રહ્યું છે.

દીપક ચાહર અને એમએસ ધોની ઘણી વખત મેદાન પર મસ્તી કરતા જોઈ ચૂક્યા છે, પરંતુ હવે આ બંને એક જ ટીમનો હિસ્સો નહી હશે. મુંબઈ ઈન્ડિયન્સમાં જવા અંગે દીપકે કહ્યું કે, 'હું જ્યારે પણ મારા ભાઈ રાહુલ ચાહર સાથે વાત કરું છું ત્યારે કહું છું કે સ્કિલના આધારે તું તે ટીમ (MI) માટે રમી રહ્યા છો જેના માટે મારે રમવું જોઈએ અને હું તે ટીમ (CSK)માં છું જેના માટે તારે રમવું જોઈએ. કારણ કે, ચેન્નાઈના મેદાનમાં સ્પિનરોને સપોર્ટ કરવામાં આવે છે, પરંતુ મુંબઈની પિચ ફાસ્ટ બોલરોના અનુરૂપ હોય છે. તે ચેન્નાઈમાં ન આવી શક્યો પરંતુ હું મુંબઈમાં જઈ રહ્યો છું.'

ધોની ભાઈની યાદ આવશે......

આ ઈન્ટરવ્યુની એક રસપ્રદ ક્ષણ એ પણ હતી જ્યારે સુરેશ રૈનાએ દીપક ચાહરને પૂછ્યું કે શું તે એમએસ ધોનીભાઈને ચોક્કસપણે યાદ તો કરશે. તેના જવાબમાં હસતાં હસતાં દીપકે કહ્યું કે, તેને કોણ યાદ નહીં કરે? દીપકે વર્ષ 2016માં રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સ માટે રમતા પોતાનું IPL ડેબ્યૂ કર્યું હતું અને તે સમયે ધોની એ જ ટીમ માટે રમતો હતો. 2 વર્ષના પ્રતિબંધનો સામનો કર્યા બાદ CSKની વાપસી થઈ અને ત્યારથી દીપક ચેન્નાઈની ટીમમાં ધોનીની આગેવાનીમાં રમી રહ્યો હતો.

દિપક ચાહર માટે શ્રેષ્ઠ સિઝન 2019 રહી

દીપકે પોતાના IPL કરિયરમાં 81 મેચ રમીને 77 વિકેટ ખેરવી છે. તેના માટે શ્રેષ્ઠ સિઝન 2019 રહી જ્યારે CSK માટે રમતા તેણે 17 મેચોમાં 22 વિકેટ ઝડપી હતી. IPL 2019માં CSK ફાઈનલ સુધી પહોંચી હતી. 


Google NewsGoogle News