Get The App

મને લાગે છે કે ટીમ હવે રોહિત-વિરાટથી આગળ નીકળી ચૂકી છે', દિગ્ગજોની વાપસી પર પૂર્વ ક્રિકેટર નાખુશ

રોહિત અને વિરાટે T20 World Cup 2022 પછી અત્યાર સુધી એકપણ T20I મેચ રમી નથી

અફઘાનિસ્તાન સામે રમાનાર T20I સીરિઝ માટે રોહિત અને કોહલી ભારતીય ટીમનો ભાગ છે

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
મને લાગે છે કે ટીમ હવે રોહિત-વિરાટથી આગળ નીકળી ચૂકી છે', દિગ્ગજોની વાપસી પર પૂર્વ ક્રિકેટર નાખુશ 1 - image
Image:File Photo

Deep Dasgupta Reaction On Rohit Sharma And Virat Kohli Comeback In T20 Squad : એક વર્ષ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીની T20 ફોર્મેટમાં વાપસી થઇ છે. T20 World Cup 2024ના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોટાભાગે ક્રિકેટ નિષ્ણાતો ભારતીય પસંદગીકારોના આ નિર્ણયને યોગ્ય બતાવી રહ્યા છે, પરંતુ પૂર્વ ક્રિકેટર દીપ દાસગુપ્તા આ બંને ખેલાડીઓની ભારતીય T20 ટીમમાં વાપસીને ભારતીય પસંદગીકારોનો દિશાવિહીન નિર્ણય કહી રહ્યા છે. તેણે એક ચેનલ સાથે વાતચીત દરમિયાન કહ્યું, ‘‘મને લાગ્યું હતું કે ભારતીય ટીમ રોહિત અને વિરાટથી આગળ નીકળી ચુકી છે. છેલ્લા T20 World Cupમાં સિનિયર ખેલાડીઓ દ્વારા જોવામાં આવેલા પ્રયત્નોનો અભાવ સૌથી ગંભીર બાબત હતી. પરંતુ હવે તેમને ફરી તક મળી છે.’’

‘મને અહીં ભારતીય ટીમની કોઈ દિશા સમજાતી નથી’

દીપ દાસગુપ્તાએ કહ્યું,, ‘વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએમાં તમને કેવી પિચ મળે છે તેના પર સૌથી પહેલા ધ્યાન આપવું જોઈએ. તમે કયા પ્રકારના ટ્રેકની અપેક્ષા રાખી રહ્યા છો - 200નો સ્કોર કે 160નો સ્કોર બને તેવા? સાચું કહું તો મને અહીં ભારતીય ટીમની કોઈ દિશા સમજાતી નથી. જો તેમને પાછા રોહિત અને વિરાટ પાસે જવું હતું તો છેલ્લા એક વર્ષમાં પસંદ કરવામાં આવી રહેલી T20 ટીમનો મતલબ શું રહ્યો? તે પહેલા પગલા પર પાછા આવવા જેવું હતું.”

રિંકુ સિંહ જેવા શાનદાર ફિનિશરને પ્લેઇંગ-11માં તક મળવી પણ મુશ્કેલ

પૂર્વ ભારતીય ક્રિકેટ કહે છે કે, ‘વર્તમાન પસંદગીને જોતા એવું લાગે છે કે ટીમ ઈન્ડિયાની કોર ટીમ એ જ રહેશે જે T20 World Cup 2022માં ઈંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં હારી ગઈ હતી. આવી સ્થિતિમાં રિંકુ સિંહ જેવા શાનદાર ફિનિશરને પ્લેઇંગ-11માં તક મળવી પણ મુશ્કેલ થઇ જશે. આ સમયે ભારતની T20 ટીમ પસંદગીમાં કોઈ દિશા દેખાવી જોઈતી હતી. T20 World Cupને ધ્યાનમાં રાખીને રણનીતિ સ્પષ્ટ હોવી જોઈએ.’

મને લાગે છે કે ટીમ હવે રોહિત-વિરાટથી આગળ નીકળી ચૂકી છે', દિગ્ગજોની વાપસી પર પૂર્વ ક્રિકેટર નાખુશ 2 - image


Google NewsGoogle News