Get The App

જો કુલદીપ ન હોત તો હૈદરાબાદે T20માં સર્વોચ્ચ સ્કોરના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હોત!, જાણો કેવી રીતે

Updated: Apr 21st, 2024


Google NewsGoogle News
જો કુલદીપ ન હોત તો હૈદરાબાદે T20માં સર્વોચ્ચ સ્કોરના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં હોત!, જાણો કેવી રીતે 1 - image


DC vs SRH, Kuldeep Yadav: સનરાઈઝર્સ હૈદરાબાદે અરુણ જેટલી સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે IPL 2024ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 67 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે 266 રન બનાવ્યા હતા. તેના માટે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ ઘાતક બેટિંગ કરી હતી. ત્યારબાદ શાહબાઝે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં દિલ્હી માટે કુલદીપે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કુલદીપે 55 રનમાં 4 વિકેટ ઝડપી હતી.

કુલદીપ ન હોત તો હૈદરાબાદનો સ્કોર 300 રનને પાર પણ જઈ શક્યો હોત

જો કુલદીપ ન હોત તો હૈદરાબાદનો સ્કોર 300 રનને પાર પણ જઈ શક્યો હોત. પરંતુ કુલદીપના કારણે સનરાઈઝર્સનો રથ થંભી ગયો હતો. જો કે કુલદીપની 4 વિકેટ પણ પોતાની ટીમને જીતાડી નહોતી શકી. હૈદરાબાદ તરફથી હેડે 32 બોલમાં 89 રન બનાવ્યા હતા. તેણે 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકે માત્ર 12 બોલમાં 46 રન બનાવ્યા હતા. તેણે 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. શાહબાઝે અણનમ 59 રન બનાવ્યા હતા.

હૈદરાબાદની ઈનિંગ્સની પ્રથમ વિકેટ અભિષેકના રૂપમાં પડી હતી. તે કુલદીપની ઓવરના બીજા બોલ પર અક્ષર પટેલના હાથે કેચ આઉટ થયો હતો. ત્યારબાદ કુલદીપે માર્કરામને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે માત્ર એક રન બનાવીને આઉટ થઈ ગયો હતો. કુલદીપ અહીંથી ન અટક્યો. તેણે હેડની પણ વિકેટ ઝડપી હતી. ત્યારબાદ નીતિશ રેડ્ડીને પણ પોતાનો શિકાર બનાવ્યો હતો. નીતિશે 27 બોલમાં 37 રન બનાવ્યા હતા.

કુલદીપ હૈદરાબાદ સામે થોડો મોંઘો સાબિત થયો હતો. જો કે તેણે વિકેટ પણ લીધી હતી. કુલદીપે 4 ઓવરમાં 55 રન આપ્યા હતા. આ સાથે 4 વિકેટ ઝડપી હતી. લલિત યાદવ દિલ્હી માટે સૌથી મોંઘો સાબિત થયો હતો. લલિતે 2 ઓવરમાં 41 રન આપ્યા હતા. ખલીલ અહેમદે 3 ઓવરમાં 51 રન આપ્યા હતા. મુકેશ કુમારે 4 ઓવરમાં 57 રન આપ્યા અને 1 વિકેટ લીધી હતી.

આ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરીને 266 રન બનાવ્યા હતા. તેના જવાબમાં દિલ્હીની ટીમ 199 રન જ બનાવી શકી હતી. દિલ્હી માટે જેક ફ્રેસરે 18 બોલમાં 65 રન બનાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા.


Google NewsGoogle News