આ તો એવું થયું કે જેમ દૂધમાં માખી પડી હોય અને...' સેમસનની વિકેટ પર પૂર્વ ભારતીય દિગ્ગજની પ્રતિક્રિયા

Updated: May 8th, 2024


Google NewsGoogle News
આ તો એવું થયું કે જેમ દૂધમાં માખી પડી હોય અને...' સેમસનની વિકેટ પર પૂર્વ ભારતીય દિગ્ગજની પ્રતિક્રિયા 1 - image


Image Source: Twitter

IPL 2024 DC vs RR: દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં કેપ્ટન સંજુ સેમસનની વિકેટ હવે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે. સોશિયલ મીડિયા પર સંજૂને આઉટ થવા પર વિવાદ છેડાઈ ગયો છે. ફેન્સ સતત થર્ડ અમ્પાયરના નિર્ણય પર સવાલો ઉઠાવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને હાલમાં સ્ટાર સ્પોર્ટ્સ પર કોમેન્ટ્રી કરી રહેલા નવજોત સિંહ સિદ્ધુ પણ સંજુની વિકેટ પર હેરાન છે. આ મામલે સિદ્ધુએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

અમ્પાયરના નિર્ણય પર સવાલ

સંજુ સેમસનના આઉટ થવા પર હવે ફરી એક વખત થર્ડ અમ્પાયરના નિર્ણયને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. આ અંગે નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે, સંજુના આઉટ થવા દરમિયાન જે રિપ્લે બતાવવામાં આવ્યું તેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે પગ બાઉન્ડ્રીને સ્પર્શી રહ્યો છે. આના પર કાં તો તમે ટેક્નોલોજીનો ઉપયોગ નથી કરી રહ્યા અને જો તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો તો આ ગડબડ છે. આ તો એવું થયું કે જેમ દૂધમાં માખી પડી હોય અને તો પણ મને કહી રહ્યા છો કે, દૂધ પીવો. જો કે, સિદ્ધુએ એમ પણ કહ્યું કે અમ્પાયરે જાણી જોઈને કોઈ નિર્ણય નથી આપ્યો અને આ રમતનો એક ભાગ છે.

રાજસ્થાનને મળી ત્રીજી હાર

દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની આ મેચ અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 221 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી બેટિંગ કરતા અભિષેક પોરેલે સૌથી વધુ 65 રનની ઈનિંગ રમી હતી. આ ઉપરાંત જેક ફ્રેસરે તાબડતોડ 50 રન બનાવ્યા હતા. 


Google NewsGoogle News