Get The App

IPLની ચાલુ મેચમાં હાર્દિક પંડ્યાનું બેટ કેમ તપાસવા લાગ્યા અમ્પાયર? જાણો કારણ

Updated: Apr 14th, 2025

GS TEAM


Google News
Google News
IPLની ચાલુ મેચમાં હાર્દિક પંડ્યાનું બેટ કેમ તપાસવા લાગ્યા અમ્પાયર? જાણો કારણ 1 - image


Why Umpire Checked Hardik Pandya Bat: IPL 2025ની 29મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 12 રનથી હરાવી દીધુ હતું. આ મેચમાં દિલ્હીને જીત માટે 206 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તેની આખી ટીમ 193 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. દિલ્હી કેપિટલ્સની પાંચ મેચોમાં આ પહેલી હાર હતી. બીજી તરફ પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સની છ મેચોમાં આ બીજી જીત છે. 

આ મેચ દરમિયાન એક રસપ્રદ ઘટના જોવા મળી. જ્યારે સૂર્યકુમાર યાદવ આઉટ થયો અને MIનો કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ માટે મેદાનમાં ઉતર્યો ત્યારે તેની બેટ તપાસવામાં આવી. અમ્પાયર એ ખાતરી કરવા માગતા હતા કે બેટની સાઈઝ ટુર્નામેન્ટ માટે નિર્ધારિત દિશા-નિર્દેશો પ્રમાણે છે કે નહીં.

અમ્પાયરે બેટ તપાસવા માટે એક ગેજ (Gauge) નો ઉપયોગ કર્યો. અમ્પાયરે હાર્દિક પંડ્યાના બેટ પર ગેજ ચલાવ્યો જેથી ખાતરી કરી શકાય કે તે કોઈ મુશ્કેલી વિના બેટમાંથી પસાર થાય છે. આ પહેલા રવિવારે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચેની મેચ દરમિયાન શિમરોન હેટમાયર અને ફિલ સોલ્ટની બેટ પણ તપાસવામાં આવી હતી. 


IPLની પ્લેઈંગ કન્ડિશન પ્રમાણે  બેટના બ્લેડ નીચેના પરિમાણો (dimensions)થી વધુ ન હોવા જોઈએ:

પહોળાઈ: 4.25 ઈંચ / 10.8 સે.મી.

ઊંડાઈ: 2.64 ઈંચ / 6.7 સે.મી.

ધાર: 1.56 ઈંચ / 4.0 સે.મી.

ઘણીવાર હાઈ સ્કોરિંગ મેચમાં અમ્પાયરો બેટ્સમેનોને બોલરો સામે અયોગ્યલાભ ન ઉઠાવી શકે તેની ખાતરી કરવા માટે બેટની કાળજીપૂર્વક તપાસ કરે છે. T20 ક્રિકેટમાં ટીમોએ હવે 200 પ્લસ ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી રહ્યા છે. તાજેતરમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે 246 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ટુર્નામેન્ટના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સફળ રન ચેઝ હતો.

આ પણ વાંચો: કરુણ નાયર આઉટ ઓફ સિલેબસ આવ્યો...', જીત બાદ હાર્દિક પંડ્યાનું મોટું નિવેદન

તમને જણાવી દઈએ કે, ક્રિકેટ બેટમાં બે ભાગ હોય છે - એક હેન્ડલ અને એક બ્લેડ. હેન્ડલ મુખ્યત્વે વાંસ અથવા લાકડાનું બનેલું હોવું જોઈએ. હેન્ડલનો જે ભાગ સંપૂર્ણપણે બ્લેડની બહાર હોય છે તેને હેન્ડલનો ઉપરનો ભાગ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ બેટને પકડવા માટે શાફ્ટ તરીકે થાય છે. હેન્ડલના ઉપરના ભાગને ગ્રિપથી ઢાંકી શકાય છે. બ્લેડ માત્ર લાકડાનું બનેલું હોવું જોઈએ. 

Tags :