VIDEO: શાહરુખ ખાનનો આગવો અંદાજ, પંત સહિત દિલ્હીના ખેલાડીઓને ગળે લગાવી હિંમત આપી

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
VIDEO: શાહરુખ ખાનનો આગવો અંદાજ, પંત સહિત દિલ્હીના ખેલાડીઓને ગળે લગાવી હિંમત આપી 1 - image


Image Source: Twitter

Shah Rukh Khan DC vs KKR: કોલકાતા નાઈટ રાઈડર્સે દિલ્હી કેપિટલ્સને 106 રનથી હરાવી હતી. IPL 2024માં આ કોઈ પણ ટીમની સૌથી મોટી જીત રહી હતી. KKR માટે સુનીલ નારાયણે 85 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. બોલિવુડ સ્ટાર અને KKRના માલિક શાહરૂખ ખાન પણ મોચ જોવા માટે પહોંચ્યા હતા. શાહરૂખ ખાને દિલ્હીની હાર બાદ ખેલાડીઓને હિંમત આપી હતી. શાહરૂખ ખાને કેપ્ટન ઋષભ પંતને ગળે લગાવી હિંમત આપી હતી. તેમણે ઋષભની સાથે-સાથે બાકીના ખેલાડીઓ સાથે પણ મુલાકાત કરી હતી. 

શાહરૂખ ખાને પંત સહિત દિલ્હીના ખેલાડીઓને ગળે લગાવી હિંમત આપી

IPLએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં બોલિવૂડનો કિંગ શાહરૂખ ખાન દિલ્હીના ખેલાડીઓ સાથે મળતો નજર આવી રહ્યો છે. શાહરૂખે ઋષભ પંત, ડેવિડ વોર્નર અને ઈશાંત શર્મા સહિત તમામ ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમને હિંમત આપી હતી. શાહરૂખ ખાનનો આ અંદાજ ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. વીડિયો પોસ્ટ પર અનેક પ્રકારની કોમેન્ટ જોવા મળી રહી છે. તેમાં મોટાભાગના ફેન્સે શાહરૂખના વખાણ કર્યા છે. 

KKRએ પ્રથમ બેટિંગ કરીને 272 રન બનાવ્યા હતા

IPL 2024ની 16મી મેચમાં KKRએ પ્રથમ બેટિંગ કરીને 272 રન બનાવ્યા હતા. આ દરમિયાન સુનિલ નારાયણ ઓપનિંગ કરવા પહોંચ્યા હતા અને તેણે વિસ્ફોટક ઈનિંગ રમીને 39માં 85 રન બનાવ્યા હતા. નારાયણે પોતાની આ ઈનિંગમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. રઘુવંશીએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 27 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ માત્ર 166 રન બનાવી શકી હતી. તેના માટે ઋષભ પંત અને ટ્રિસ્ટન સ્ટબ્સે અડધી સદી ફટકારી હતી.

 પોઈન્ટ ટેબલમાં KKR ટોપ પર 

કેકેઆરની આ ત્રીજી જીત હતી. તે ત્રણ મેચ રમી છે અને તમામ મેચમાં જીત મેળવી છે. જ્યારે દિલ્હીએ 4 મેચ રમી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 20 રને જીત મેળવી હતી. તેણે પંજાબ કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા સામે હારનો સામનો કરવો પડ્યો છે. પોઈન્ટ ટેબલમાં KKR ટોપ પર છે. જ્યારે દિલ્હી નવમા નંબર પર છે.


Google NewsGoogle News