IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું, એક સિઝનમાં બે વખત RCBનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું, એક સિઝનમાં બે વખત RCBનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો 1 - image
Image:IANS

DC vs KKR : IPL 2024માં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચ શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની KKR ટીમે 272 રન બનાવી ઈતિહાસ રચી દીધો હતો. KKR ટીમનો કોઈપણ બેટર સદી ફટકારી શક્યો ન હતો, પરંતુ દરેક ખેલાડીએ પોતાનું સંપૂર્ણ યોગદાન આપ્યું હતું. KKRને આ સ્કોર સુધી લઈ જવામાં ઓપનર સુનીલ નારાયણનું મહત્વનું યોગદાન હતું, નારાયણે 85 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સાથે IPLના 17 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે એક સિઝનમાં 250 રનનો આંકડો બે વખત પાર થયો હોય. KKR પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે 277 રન બનાવીને IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો.

કુલ 4 વખત IPLના ઈતિહાસમાં 250થી વધુ રન બન્યા

IPLના ઈતિહાસમાં કુલ 4 વખત ટીમોએ 250થી વધુ રન બનાવ્યા છે, જેમાંથી IPL 2024માં આ સિદ્ધિ બે વખત હાંસલ થઈ છે. IPLના ઈતિહાસમાં પ્રથમ વખત 250 રનનો આંકડો પાર કરનારી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હતી. IPL 2013માં RCBએ ક્રિસ ગેલની 175 રનની ધમાકેદાર ઇનિંગના આધારે 263 રન બનાવ્યા હતા. આ પછી IPL 2024માં લખનઉ સુપર જાયન્ટ્સ પંજાબ કિંગ્સ સામે 250 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી, પરંતુ RCBનો રેકોર્ડ તોડી શકી નહીં. LSGએ 257 રન બનાવ્યા હતા.

IPL 2024માં બે વખત RCBનો રેકોર્ડ તૂટ્યો

છેલ્લા 11 વર્ષથી અતૂટ રહેલા RCBનો આ સર્વોચ્ચ સ્કોર IPL 2024માં એક નહીં પરંતુ બે વાર તૂટી ગયો છે. પહેલા સનરાઈઝર્સ હૈદરાબાદ અને હવે કોલકાતા નાઈટ રાઈડર્સે આ કારનામું કર્યું છે. આ IPL સિઝન જે રીતે ચાલી રહી છે તે જોતા એવી આશા રાખી શકાય છે કે ચાહકો આ અદ્ભુત ઘટનાને ત્રીજી વખત પણ જોઈ શકે છે.

IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત બન્યું આવું, એક સિઝનમાં બે વખત RCBનો 11 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો 2 - image


Google NewsGoogle News