ભારતે પાકિસ્તાનને 60 વર્ષ બાદ તેના ઘરઆંગણે હરાવ્યું, ડેવિસ કપમાં 3-0થી વિજય

નિકી પૂનાચાએ ડેબ્યૂ મેચમાં પાકિસ્તાનના મોહમ્મદ શોએબને સરળતાથી હરાવ્યો હતો

Updated: Feb 5th, 2024


Google NewsGoogle News
ભારતે પાકિસ્તાનને 60 વર્ષ બાદ તેના ઘરઆંગણે હરાવ્યું, ડેવિસ કપમાં 3-0થી વિજય 1 - image
Image:Twitter

Davis Cup 2024, India Beats Pakistan : ભારતીય ટેનિસ ટીમે ગઇકાલે પાકિસ્તાનને ડેવિસ કપ 2024માં 3-0થી હરાવ્યું હતું. યુકી ભાંબરી અને સાકેત માયનેનીની જીત બાદ યુવા ટેનિસ ખેલાડી નિકી પૂનાચાએ જીત સાથે ડેબ્યૂ કર્યો હતો. આ જીત સાથે ભારતે 60 વર્ષ બાદ પોતાના પાડોશી દેશનો ઐતિહાસિક પ્રવાસ પૂર્ણ કર્યો. ભારતીય ટીમે ઘરઆંગણે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ ગ્રુપ-1માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

ડેવિસ કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું

યુકી ભાંબરી અને સાકેત માયનેનીએ ગઇકાલે પાકિસ્તાનના મુઝમ્મિલ મોર્તઝા અને અકીલ ખાનને 6-2, 7-6 (5)થી હરાવીને પાકિસ્તાન પર ભારતનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. આ મેચ માટે પાકિસ્તાને ડબલ્સ મેચમાં બરકત ઉલ્લાહની જગ્યાએ અનુભવી અકીલ ખાનને રમાવીને એક મોટું પગલું ભર્યું હતું જેથી કરીને તે કરો યા મરો મેચ જીતી શકે. જો કે, આ કાવતરું પણ કામ ન આવ્યું અને પાકિસ્તાની ટીમને તેના જ ઘરમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં યુકી ભાંબરી અને સાકેતે પાકિસ્તાની જોડીને વાપસી કરવાની એક પણ તક આપી ન હતી અને મેચમાં લીડ જાળવી રાખીને જીત મેળવી હતી.

ડેબ્યૂ મેચમાં નિકીએ પાકિસ્તાનના ખેલાડીને હરાવ્યો

યુકી ભાંબરી અને સાકેતના ડબલ્સ મેચ પછી સિંગલ્સ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારત તરફથી યુવા નિકી પૂનાચાએ ડેબ્યૂ કર્યો હતો. નિકીએ તેના ડેબ્યૂ પર પાકિસ્તાનના મોહમ્મદ શોએબને 6-3, 6-4થી સરળતાથી હરાવ્યો હતો.

ભારતે પાકિસ્તાનને 60 વર્ષ બાદ તેના ઘરઆંગણે હરાવ્યું, ડેવિસ કપમાં 3-0થી વિજય 2 - image


Google NewsGoogle News