Get The App

ભારત સામે T20 સિરીઝ નહીં રમે ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી, વર્લ્ડ કપ જીત્યા બાદ અપાયો આરામ

વોર્નરે ODI World Cup 2023માં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
ભારત સામે T20 સિરીઝ નહીં રમે ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી, વર્લ્ડ કપ જીત્યા બાદ અપાયો આરામ 1 - image
Image:IANS

IND vs AUS T20I Series : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 23 નવેમ્બરથી T20I સિરીઝ રમાનાર છે. આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર રમતો જોવા નહી મળે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આ સિરીઝથી વોર્નર(David Warner Missed Out IND vs AUS T20I Series)નું નામ પાછું ખેંચી લીધું છે. વર્લ્ડકપ જીત્યા બાદ બોર્ડે તેને આરામ આપવાનો નિર્ણય લીધો છે. તે ટૂંક સમયઅમ ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે.

આ ખેલાડીઓ પણ ટીમનો ભાગ નહીં

આગામી મહિનામાં પાકિસ્તાન સામે રમાનાર ટેસ્ટ સિરીઝમાં ડેવિડ વોર્નર ટીમનો ભાગ હશે. આ સિરીઝ તેના ક્રિકેટિંગ કરિયરની છેલ્લી સિરીઝ છે. તે પછી તે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લેશે. આવી સ્થિતિમાં તેને આ ટેસ્ટ સિરીઝની તૈયારી કરવા માટે ભારત સામે રમાનાર T20I સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લીધા બાદ વોર્નર વનડે અને T20 ક્રિકેટ રમશે. વોર્નર ઉપરાંત પેટ કમિન્સ, જોશ હેઝલવુડ, કેમરન ગ્રીન અને મિચેલ માર્શ પણ ભારત સામે રમાનાર T20 સિરીઝનો ભાગ નહીં હોય.

ડેવિડ વોર્નરની જગ્યાએ એરોન હાર્ડી

ડેવિડ વોર્નરની જગ્યાએ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે એરોન હાર્ડીને ભારત મોકલવાની તૈયારી કરી લીધી છે. હાર્ડીએ ઓસ્ટ્રેલિયા તરફથી આ વર્ષે સાઉથ આફ્રિકા સામે ઇન્ટરનેશનલ ડેબ્યૂ કર્યો હતો. જો કે ઓસ્ટ્રેલિયન ટીમને વોર્નરની ગેરહાજરી જરૂર મહેસુસ થવાની છે. વોર્નરે ODI World Cup 2023માં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે ODI World Cup 2023માં કુલ 535 રન બનાવ્યા હતા.

ઓસ્ટ્રેલિયાનો સ્ક્વોડ

મેથ્યુ વેડ (C), ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, માર્કસ સ્ટોઈનિસ, ટિમ ડેવિડ, જોશ ઈંગ્લિસ, એરોન હાર્ડી, જેસન બેહરનડોર્ફ, શોન એબોટ, નેથન એલિસ, કેન રિચર્ડસન, એડમ ઝમ્પા, તનવીર સંઘા

ભારત સામે T20 સિરીઝ નહીં રમે ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી, વર્લ્ડ કપ જીત્યા બાદ અપાયો આરામ 2 - image


Google NewsGoogle News