Get The App

સચિન, જયસૂર્યા અને ગેલ જેવા ધૂરંધરોને પછાડી ડેવિડ વૉર્નર પોતાના નામે કરી ગયો આ રેકોર્ડ

ડેવિડ વોર્નરે તેની અંતિમ ટેસ્ટ મેચમાં 34 અને 57 રન બનાવ્યા હતા

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 8 વિકેટથી હરાવી સીરિઝ 3-0થી પોતાના નામે કરી

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
સચિન, જયસૂર્યા અને ગેલ જેવા ધૂરંધરોને પછાડી ડેવિડ વૉર્નર પોતાના નામે કરી ગયો આ રેકોર્ડ 1 - image
Image:Twitter

David Warner retires with 49 International centuries : ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ત્રણ મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 8 વિકેટથી હરાવી સીરિઝ 3-0થી પોતાના નામે કરી હતી. આ ટેસ્ટ મેચ ડેવિડ વોર્નરના ટેસ્ટ કરિયરની અંતિમ ટેસ્ટ મેચ હતી. વોર્નર જયારે ટેસ્ટ ક્રિકેટથી સન્યાસ લઇ લીધો છે. તેના નામે એક એવો રેકોર્ડ છે તો તોડવો ખુબ જ મુશ્કેલ છે. વોર્નરના નામે ઓપનર તરીકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ છે.

ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

ડેવિડ વોર્નરે ટેસ્ટમાં 26, ODIમાં 22 અને T20Iમાં એક સદી ફટકારી છે. તેણે 451 ઈનિંગમાં 49 સદી ફટકારીછે અને તે ઓપનર તરીકે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. આ યાદીમાં બીજા નંબરે સચિન તેંડુલકરનું નામ છે. સચિને 342 ઇનિંગ્સમાં 45 સદી ફટકારી છે. આ ઉપરાંત ત્રીજા નંબરે ક્રિસ ગેલ છે. તેના નામે 506 ઇનિંગ્સમાં 42 સદી છે. સનથ જયસૂર્યાએ 563 ઇનિંગ્સમાં 41 સદી ફટકારી છે અને તે ચોથા સ્થાને છે. જયારે રોહિત શર્માએ 331 ઇનિંગ્સમાં 40 સદી ફટકારી છે.

વોર્નરના નામે ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ બેવડી સદી

ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 112 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેણે 44.6ની એવરેજથી 8786 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ટેસ્ટમાં 26 સદી ફટકારી છે. તેના નામે ટેસ્ટમાં ત્રણ બેવડી સદી પણ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 335 રન છે. વોર્નરે ટેસ્ટની સાથે સાથે વનડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ જાહેર કરી હતી. જો કે આ દરમિયાન તેણે કહ્યું હતું કે જો Champions Trophy 2025માં ટીમને તેની જરૂર પડે છે તો તે નિવૃત્તિમાંથી પરફ ફરવાનું વિચારી શકે છે.

સચિન, જયસૂર્યા અને ગેલ જેવા ધૂરંધરોને પછાડી ડેવિડ વૉર્નર પોતાના નામે કરી ગયો આ રેકોર્ડ 2 - image


Google NewsGoogle News