ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપમાંથી બહાર ફેંકાવા સાથે વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું, 'અલવિદા'

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
ઓસ્ટ્રેલિયાના વર્લ્ડકપમાંથી બહાર ફેંકાવા સાથે વિસ્ફોટક બેટર ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું, 'અલવિદા' 1 - image


Australian Cricketer David Warner Retire : ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનર બેટર ડેવિડ વોર્નરે ટી20 વર્લ્ડ કપ 2024માંથી ઓસ્ટ્રેલિયા બહાર થતાંની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ગયા વર્ષે નવેમ્બરમાં વર્લ્ડ કપની ફાઇનલમાં તેણે છેલ્લી વનડે રમી હતી જ્યારે છેલ્લી ટેસ્ટ મેચ આ વર્ષે જાન્યુઆરીમાં રમી હતી. પોતાના 15 વર્ષના કરિયરમાં તેણે 18995 આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા છે. એક દિગ્ગજ વિસ્ફોટક ઓપનર તરીકે ક્રિકેટ ચાહકો તેને કાયમ યાદ રાખશે.

વન-ડે, ટેસ્ટ અને હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ

ડેવિડ વોર્નરે અગાઉ વન-ડે અને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. હવે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરતા ચાહકોને નિરાશ થયા છે. વોર્નરે ભારત વિરુદ્ધ વર્લ્ડકપ-2023ની ફાઈનલ રમ્યા બાદ વન-ડેમાંથી સંન્યા લીધો હતો. ત્યારબાદ તેણે છેલ્લી ટેસ્ટ મેચ પાકિસ્તાન વિરુદ્ધ સિડનીમાં રમી હતી.

ટી20 વર્લ્ડકપ-2024માંથી ઓસ્ટ્રેલિયા બહાર ફેંકાતા વોર્નર નિરાશ

ઉલ્લેખનીય છે કે, ટી20 વર્લ્ડકપ-2024માં સુપર-8 ગ્રૂપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે મેચ રમાઈ હતી, જેમાં ભારતનો 24 રને વિજય થયો હતો. હાર બાદ ઓસ્ટ્રેલિયા વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગયું છે. આ મેચમાં વોર્નર માત્ર છ રન બનાવી શક્યો હતો. વોર્નર છેલ્લી મેચમાં નબળું પ્રદર્શન કરવાના કારણે અને ટીમ બહાર ફેંકાઈ જવાના કારણે નિરાશ થયો છે.

વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે રમી 383 મેચ

37 વર્ષીય ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા માટે 383 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી, જેમાં તેણે 20,000 રન બનાવ્યા હતા. તેના નામે 49 આંતરરાષ્ટ્રીય સદી નોંધાયેલી છે. ડેવિડ વોર્નરે 2009માં ટી20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી મેચ 2024માં રમી હતી. 


Google NewsGoogle News