AUS vs PAK : ડેવિડ વોર્નરે રચ્યો ઈતિહાસ, ઓસ્ટ્રેલિયા માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બીજો ખેલાડી બન્યો
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકરનું પહેલા નંબરે છે
Image:FilePhoto |
David Warner Becomes 2nd leading Scorer For Australia : પાકિસ્તાન સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા ટીમના ઓપનર ડેવિડ વોર્નરે એક મોટી સિદ્ધિ મેળવી હતી. વોર્નરે ભલે 38 રન બનાવ્યા હોય પરંતુ આ દરમિયાન તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. વોર્નર ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન બની ગયો છે.
વોર્નરે સ્ટીવ વોને પાછળ છોડ્યો
વોર્નર આ મામલે પૂર્વ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ વોથી આગળ નીકળી ગયો છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ તેના ઇન્ટરનેશનલ કરિયરમાં 18,496 રન બનાવ્યા એટ. જયારે વોર્નરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 18,502 રન બનાવી લીધા છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 27,638 રન બનાવ્યા છે.
સચિન તેંડુલકરનું નામ લીસ્ટમાં ટોપ પર
આ સાથે વોર્નર રોહિત શર્માથી પણ આગળ નીકળી ગયો છે. રોહિતે અત્યાર સુધી તેના ઇન્ટરનેશનલ કરિયરમાં કુલ 18,239 રન બનાવ્યા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે સચિન તેંડુલકરનું પહેલા નંબરે છે. તેંડુલકરે તેના ઇન્ટરનેશનલ કરિયરમાં કુલ 34,357 રન બનાવ્યા છે. આ લીસ્ટમાં બીજા નંબરે કુમાર સંગાકારા છે. તેણે 28,016 રન બનાવ્યા છે. ત્રીજા નંબર પર 27,483 રન સાથે રિકી પોન્ટિંગ છે. જયારે ચોથા નંબર પર વિરાટ કોહલીનું નામ છે. કોહલીના નામે અત્યાર સુધી કુલ 26,532 ઇન્ટરનેશનલ રન છે.