Get The App

IPL શરૂ થતા પહેલા જ દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, ટીમ ટેન્શનમાં મુકાઈ!

IPL 2024ની શરૂઆત 22 માર્ચથી થશે

પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે

Updated: Feb 24th, 2024


Google NewsGoogle News
IPL શરૂ થતા પહેલા જ દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, ટીમ ટેન્શનમાં મુકાઈ! 1 - image
Image:Social Media

IPL 2024 : દિલ્હી કેપિટલ્સને IPL 2024શરુ થતા પહેલા મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કેપિટલ્સનો વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નર સ્નાયુમાં ખેંચાણના કારણે ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી T20I સીરિઝની અંતિમ મેચમાંથી બહાર થઇ  ગયો છે. રિષભ પંતના અકસ્માતમાં ઘાયલ થયા બાદ વોર્નરે ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કર્યું હતું. હવે આ સમાચારથી દિલ્હીનું ટેન્શન વધી ગયું છે. પરંતુ આવતા મહિને શરૂ થનારી IPL 2024 સુધીમાં તે ફિટ થઈ જાય તેવી શક્યતા છે.

સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવવા માટે 7થી 10 દિવસનો સમય લાગશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "વોર્નરને ફિટ થવામાં થોડો સમય લાગશે પરંતુ તેનાથી ICC મેન્સ T20 વર્લ્ડકપ પહેલા ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેની ઉપલબ્ધતાને અસર થશે નહીં." જો કે ડેવિડ વોર્નરને સંપૂર્ણ ફિટનેસ પાછી મેળવવા માટે 7થી 10 દિવસનો સમય લાગશે.

IPLમાં 6,000થી વધુ રન બનાવ્યા

IPL 2023માં રિષભ પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નરે દિલ્હી કેપિટલ્સની કમાન સંભાળી હતી. તેણે ત્યારે દિલ્હી માટે સૌથી વધુ 516 રન પણ બનાવ્યા હતા. તેણે ન્યુઝીલેન્ડ સામે પ્રથમ T20I મેચમાં 20 બોલમાં 32 રન બનાવ્યા હતા. વોર્નરે અત્યાર સુધી IPLમાં 176 મેચ રમી છે, જેમાં તેણે 41.54ની એવરેજથી 6397 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 સદી અને 61 ફિફ્ટી પણ ફટકારી છે.

IPL શરૂ થતા પહેલા જ દિલ્હી કેપિટલ્સનો સ્ટાર ખેલાડી થયો ઈજાગ્રસ્ત, ટીમ ટેન્શનમાં મુકાઈ! 2 - image


Google NewsGoogle News