સંન્યાસ બાદ સ્ટાર ક્રિકેટરનો ચાહકોને સંદેશ, રમશે આગામી ICC ટુર્નામેન્ટ, કરી ભાવુક પોસ્ટ
David
Warner Retirement : T20 વર્લ્ડકપ 2024 ભારત માટે અનેરી ખુશીઓ લઈને આવ્યો હતો. 13 વર્ષનો ભારતનો વર્લ્ડટ્રોફીનો
વનવાસ પુરો થયો છે પરંતુ આ વર્લ્ડકપ રિટાયરમેન્ટ ટુર્નામેન્ટ તરીકે પણ યાદ રખાશે.
ભારતના સ્ટાર ખેલાડીઓ વિરાટ કોહલી, કેપ્ટન રોહિત શર્મા,
રવિન્દ્ર જાડેજાએ નિવૃતિ જાહેર કરી હતી અને સાથે-સાથે અન્ય ટીમના પણ
ઘણા ખેલાડીઓએ નિવૃતિ જાહેર કરી હતી તેમાં સૌથી પ્રમુખ નામ હતુ ઓસ્ટ્રેલિયાના સ્ટાર
ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરનું.
જોકે
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી વોર્નરે નિવૃત્તિ બાદ ફેન્સને મોટો સંદેશ આપ્યો છે.
ડેવિડ વોર્નરે ટેસ્ટ અને ટી-20ને અલવિદા કહી દીધા બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે હવે તે વનડે પણ નહીં
રમે પરંતુ ડેવિડે ચાહકોની મૂંઝવણ દૂર કરી દીધી છે.
વોર્નર
ODI રમશે :
ડેવિડ
વોર્નરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને સ્પષ્ટ કર્યું કે તે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં
પોતાના દેશ માટે હાજર રહેશે. વોર્નરે કહ્યું કે જો તેની પસંદગી થશે તો ઓસ્ટ્રેલિયા
માટે પ્રતિનિધિત્વ કરશે અને મહત્તમ યોગદાન આપશે. વોર્નરે T20
વર્લ્ડ કપ 2024માં શાનદાર બેટિંગ કરી હોવા છતા ઓસ્ટ્રેલિયાની
સફર માત્ર સુપર-8 સુધી જ સીમિત રહી હતી. ડેવિડ વોર્નરે
ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ આંતરરાષ્ટ્રીય
મેચ રમીને વિક્રમો સર્જયા છે.
ડેવિડ
વોર્નરની પોસ્ટ :
ડેવિડ
વોર્નરે તેની કારકિર્દી વિશે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરતા લખ્યું, 'ચેપ્ટર
ખતમ!! આટલા લાંબા સમય સુધી આ સ્તર પર રમવાનો અવિશ્વસનીય અનુભવ રહ્યો. ઓસ્ટ્રેલિયા
મારી ટીમ હતી. મારી મોટાભાગની કારકીર્દિ આંતરરાષ્ટ્રીય સ્તરે રહી છે. દેશ માટે
ઈન્ટરનેશનલ લેવલે રમવું સન્માનની વાત છે. તમામ ફોર્મેટમાં 100+ ગેમ મારી વિશેષતા રહી છે. મારા કરિયરમાં મને આ સિદ્ધિ સુધી પહોંચાડવા બદલ હું
દરેકનો આભાર માનું છું. મારા માટે અનેરૂં બલિદાન મારી પત્ની અને પુત્રીઓ આપ્યું છે.
તમારા બધાના સમર્થન માટે આભાર.’
આગળ વોર્નરે કહ્યું કે હું થોડો સમય ફ્રેન્ચાઈઝી ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશ અને જો મારી પસંદગી થશે તો હું ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા તરફથી રમવા માટે પણ તૈયાર છું. ખેલાડીઓ અને સ્ટાફને, મને ટેકો આપવા બદલ આભાર. હવે વોટ્સએપ જંક નહીં, હવે તમારા કાન મારા અવાજથી મુક્ત થવાના છે.’