World Cup 2023 : વોર્નરે સતત બીજી સદી ફટકારી બનાવ્યા ત્રણ રેકોર્ડ, રોહિત-ડી વિલિયર્સને છોડ્યો પાછળ

વોર્નરે નેધરલેન્ડ્સ સામે 93 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : વોર્નરે સતત બીજી સદી ફટકારી બનાવ્યા ત્રણ રેકોર્ડ, રોહિત-ડી વિલિયર્સને છોડ્યો પાછળ 1 - image
Image:IANS

World Cup 2023 AUS vs NED : ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરે નેધરલેન્ડ્સ સામે ODI World Cup 2023માં ગઈકાલે રમાયેલી મેચમાં 93 બોલમાં 11 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી શાનદાર 104 રન બનાવ્યા હતા. આ તેની ODI World Cup 2023માં ત્રીજી સદી છે. આ સદી સાથે વોર્નરે એક નહીં પણ ત્રણ રેકોર્ડ બનાવ્યા હતા.

વોર્નરે સચિનની કરી બરાબરી

ડેવિડ વોર્નર ODI World Cupના ઈતિહાસ(Most Century In ODI World Cup)માં સૌથી વધુ સદી ફટકારનાર સંયુક્ત રીતે બીજો ખેલાડી બની ગયો છે. તેણે સચિન તેંડુલકરની બરાબરી કરી લીધી છે. વોર્નર અને સચિને ODI World Cupમાં 6-6 સદી ફટકારી છે. આ સાથે જ વોર્નરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના પૂર્વ ખેલાડી કુમાર સંગાકારાના 5 સદીના રેકોર્ડને તોડી દીધો છે. આ લીસ્ટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનું નામ ટોપ પર છે.

વોર્નર રોહિત અને ડી વિલિયર્સથી આગળ નીકળ્યો

વોર્નર સૌથી ઝડપી 22 સદી ફટકારનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેણે 153 ઇનિંગ્સમાં 22 સદી ફટકારી છે. આ મામલામાં તેણે એબી ડી વિલિયર્સ અને રોહિત શર્માને પાછળ છોડી દીધા છે. ડી વિલિયર્સ અને રોહિતે અનુક્રમે 186 અને 188 ઇનિંગ્સમાં 22 સદી ફટકારી હતી. આ લીસ્ટમાં સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી હાશિમ અમલાનું નામ ટોપ પર છે. અમલાએ 126 ઇનિંગ્સમાં 22 સદી ફટકારી હતી. બીજા નબર પર વિરાટ કોહલી છે. કોહલીએ 143 ઇનિંગ્સમાં 22 સદી ફટકારી હતી.

વોર્નર આ ખાસ લીસ્ટમાં પણ થયો સામેલ

ઓસ્ટ્રેલિયા માટે ODI World Cupમાં સતત બે સદી ફટકારનાર બેટ્સમેનની લીસ્ટમાં પણ ડેવિડ વોર્નરનું નામ સામેલ થઇ ગયું છે. વોર્નર ઉપરાંત માર્ક વો (1996), પોન્ટિંગ (2003-07) અને મેથ્યુ હેડન (2007) ODI World Cupમાં સતત બે સદી ફટકારી ચૂક્યા છે.

World Cup 2023 : વોર્નરે સતત બીજી સદી ફટકારી બનાવ્યા ત્રણ રેકોર્ડ, રોહિત-ડી વિલિયર્સને છોડ્યો પાછળ 2 - image


Google NewsGoogle News