નવા વર્ષના પહેલા દિવસે ડેવિડ વોર્નરની મોટી જાહેરાત, ODI ક્રિકેટમાંથી પણ લીધો સન્યાસ

ડેવિડ વોર્નરે 161 ODI મેચોમાં કુલ 6932 રન બનાવ્યા છે

આ દરમિયાન તેણે 22 સદી પણ ફટકારી છે

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
નવા વર્ષના પહેલા દિવસે ડેવિડ વોર્નરની મોટી જાહેરાત, ODI ક્રિકેટમાંથી પણ લીધો સન્યાસ 1 - image
Image:File Photo

David Warner Announce Retirement From ODIs : ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે નવા વર્ષના પહેલા જ દિવસે એક મોટું એલાન કર્યું છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે કહ્યું કે તે વનડે ક્રિકેટમાંથી પણ સન્યાસ લઇ રહ્યો છે. જણાવી દઈએ કે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્ત થવાનો નિર્ણય તેણે પહેલા જ લઇ લીધો હતો. સિડનીમાં 3 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાનાર ટેસ્ટ મેચ તેના કરિયરની અંતિમ ટેસ્ટ મેચ હશે.


વોર્નરે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિનો કર્યો એલાન

ડેવિડ વોર્નરે પહેલા જ એલાન કરી દીધો હતો કે પાકિસ્તાન સામે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ તેના કરિયરની અંતિમ ટેસ્ટ સીરિઝ હશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેને આ ટેસ્ટ સીરિઝની અંતિમ ટેસ્ટ મેચમાં ખાસ વિદાય આપવાની તૈયારી પણ કરી રહ્યું છે. આ દરમિયાન વોર્નરના આજે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાના એલાનથી ક્રિકેટ જગત ચોંકી ગયું છે. જો કે તેણે એ પણ કહ્યું કે જો તે બે વર્ષમાં T20 ક્રિકેટ રમતા ફિટ રહે છે અને ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમને Champions Trophy 2025માં તેની જરૂરત પડશે તો તે વનડે ક્રિકેટમાં વાપસી જરૂર કરશે.


‘ક્રિકેટના આ ફોર્મેટને પણ અલવિદા કહેવાનો સમય આવી ગયો છે’

ડેવિડ વોર્નરે કહ્યું, ‘હું ચોક્કસપણે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. વર્લ્ડ કપ દરમિયાન જ મેં આ વિશે વિચાર્યું હતું. આજે મેં નક્કી કર્યું છે કે ક્રિકેટના આ ફોર્મેટને પણ અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. આ નિર્ણય બાદ મને વિશ્વભરની T20 લીગમાં રમવાની તક મળશે. હું જાણું છું કે ચેમ્પિયન્સ ટ્રોફી નજીક છે. જો હું આગામી બે વર્ષમાં સારું ક્રિકેટ રમતો રહીશ અને ઓસ્ટ્રેલિયાને મારી જરૂર પડશે તો હું ઉપલબ્ધ રહીશ.’


વોર્નરના નામે ODI ક્રિકેટમાં 22 સદી 

ડેવિડ વોર્નરના નામે વનડે ક્રિકેટમાં 6932 રન છે. તેણે ઓસ્ટ્રેલિયા માટે 161 ODI મેચ રમી છે. તે બે વખત વર્લ્ડકપ વિજેતા ટીમનો ભાગ પણ રહ્યો છે. વોર્નરની ODIમાં બેટિંગ એવરેજ 45.30 અને સ્ટ્રાઈક રેટ 97.26ની રહી છે. આ દરમિયાન તેણે 22 સદી પણ ફટકારી છે. 

નવા વર્ષના પહેલા દિવસે ડેવિડ વોર્નરની મોટી જાહેરાત, ODI ક્રિકેટમાંથી પણ લીધો સન્યાસ 2 - image



Google NewsGoogle News