ગુકેશ સામે ચીની પ્લેયર જાણી જોઈને હાર્યો: રશિયન ચેસ ફેડરેશનનો ગંભીર આરોપ
Russian Chess Federation accusse on Chinese player deliberately lost: 18 વર્ષીય ભારતીય ગ્રેન્ડમાસ્ટર ડી. ગુકેશે ચેસમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ 2024 જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુકેશે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપ 2024માં ચીનના ડીંગ લિરેનને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. 12 ડિસેમ્બરે 14માં રાઉન્ડની મેચમાં ડિંગની મોટી ભૂલનો ફાયદો ઉઠાવીને ગુકેશ વર્લ્ડ ચેમ્પિયન બન્યો હતો. જો કે તેમના વિરોધીઓ તેની આ જીતને પચાવી શક્યા નથી. રશિયન ચેસ ફેડરેશને ચીની ખેલાડી ડીંગ પર ઇરાદાપૂર્વક મેચ હારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
રશિયન ચેસ ફેડરેશને શું કહ્યું?
રશિયન ચેસ ફેડરેશનના પ્રમુખ એન્ડ્રે ફિલાતેવે ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન(FIDE) પાસે તપાસની માંગ કરી છે. રશિયન સમાચાર એજન્સી TASSના અહેવાલ અનુસાર, ફિલાતેવે કહ્યું હતું કે, 'વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચના પરિણામથી પ્રોફેશનલ ખેલાડીઓ અને ચેસના ચાહકોના મનમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ફાઈનલ રાઉન્ડ દરમિયાન ચીનના ખેલાડીએ કેટલીક એવા મૂવ કર્યા હતા. જેનાથી ઘણી શંકા ઉભી થઈ હતી. FIDEએ આ અંગે અલગથી તપાસ કરવી જોઈએ. આ મેચ દરમિયાન ડીંગ લીરેન જે સ્થિતિમાં હતો. તેમાં કોઈપણ ફર્સ્ટ ક્લાસના ખેલાડી માટે હારવું ખૂબ મુશ્કેલ છે. એવું લાગે છે કે ચીની ખેલાડી જાણીજોઈને ગેમ હારી ગયો હતો. આ અંગે હવે ઘણાં પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે.'
આ પણ વાંચો : શતરંજનો બાદશાહ બન્યો ગુકેશ, સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બની રચ્યો ઈતિહાસ
ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયને પણ લાગાવ્યો આરોપ
અગાઉ રશિયાના ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયન વ્લાદિમીર ક્રામનિકે પણ લિરેનની હારને લઈને સવાલો ઉઠાવ્યા ચૂક્યા છે. તેણે એક પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, 'અત્યાર સુધીમાં કોઈ વર્લ્ડ કપનો ખિતાબ આ પ્રકારની બાલિશ યુક્તિને આધારે નક્કી થયો નથી.'
ડી. ગુકેશે મેળવી શાનદાર જીત
જો ડી. ગુકેશની વાત કરવામાં આવે તો 14 મેચોની આ સીરીઝમાં ગુકેશે સાડા સાત પોઈન્ટથી ડિફેન્ડીંગ વર્લ્ડ ચેમ્પિયન ડીંગ લિરેન સામે જીત મેળવી હતી. આ સીરીઝની નવ મેચ ડ્રો રહી હતી. એટલે કે બંને ખેલાડીઓને સાડા ચાર પોઈન્ટ મળ્યા હતા. જ્યારે ગુકેશે બાકીની પાંચમાંથી ત્રણ મેચ જીતી હતી, જ્યારે લિરેનને બેમાં જીત મેળવી હતી.