Get The App

કૅપ્ટન બનતાં જ ભડક્યો ધોની, KKR સામે શરમજનક હાર બાદ જુઓ કોને જવાબદાર ગણાવ્યા

Updated: Apr 12th, 2025

GS TEAM


Google News
Google News
કૅપ્ટન બનતાં જ ભડક્યો ધોની, KKR સામે શરમજનક હાર બાદ જુઓ કોને જવાબદાર ગણાવ્યા 1 - image


Image Source: Twitter

MS Dhoni Reaction on CSK vs KKR IPL 2025 Match: શુક્રવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ચેન્નઈ સુપર કિંગ્સને આઠ વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો. ઇન્ડિયન પ્રીમિયર લીગના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યું જ્યારે એમએસ ધોનીની આગેવાની હેઠળની ટીમ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપૌક) ખાતે સતત ત્રણ મેચ હારી ગઈ હોય. આ સિઝનમાં પાંચ વખતની IPL ચેમ્પિયન CSKની આ સતત પાંચમી હાર હતી. 

આ મેચમાં ઋતુરાજ ગાયકવાડ ઈજાગ્રસ્ત થતાં ધોનીએ ટીમની કૅપ્ટનશીપ સંભાળી હતી. ધોની હવે આખી IPL સિઝનમાં ટીમની કૅપ્ટનશીપ કરશે. 

આ મેચમાં ચેન્નઈની ટીમે પ્રથમ બેટિંગ કરીને નવ વિકેટ પર માત્ર 103 રનનો સ્કોર બનાવ્યો હતો. કોલકાતાએ આ ટાર્ગેટ માત્ર 10.1 ઓવરમાં ચેઝ કરી લીધો હતો. જેના કારણે પાંચ વખતની ચેમ્પિયન ટીમને IPLના ઇતિહાસમાં બાકી રહેલા બોલના મામલે સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો.

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે કારમી હારથી નિરાશ ધોની

બીજી તરફ ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન એમએસ ધોની કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની કારમી હારથી નિરાશ દેખાતા હતા. તેણે આ હાર માટે પોતાના બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા. આ દરમિયાન ધોનીએ એમ પણ કહ્યું કે, 'નિરાશ થવાની જરૂર નથી, પરંતુ આગામી IPL મેચોમાં વધુ સારા પ્રદર્શન પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.'


પાંચ વખતની IPL ચેમ્પિયન ટીમ CSKને KKRએ સંપૂર્ણ રીતે ધ્વસ્ત કરી નાખી. પાવરપ્લેમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ 2 વિકેટ પર માત્ર 31 રન જ બનાવી શકી હતી. આ હાર બાદ ચેન્નઈની ટીમ હવે પોઇન્ટ ટેબલમાં નવમા નંબર પર છે. 

અમે સારું પ્રદર્શન ન કરી શક્યા

ધોનીએ મેચ પછી કહ્યું કે, 'કેટલીક રાતો એવી રહી છે જ્યારે અમે સારું પ્રદર્શન ન કરી શક્યા, પડકાર હંમેશા રહે છે, અમારે પડકાર સ્વીકારવો પડશે. આજે મને લાગ્યું કે અમારી પાસે પૂરતા રન નથી. અહીં ચેપોકમાં પણ એવું જ થયું, જ્યારે અમે બીજી ઇનિંગમાં બોલિંગ કરી રહ્યા હતા ત્યારે બોલ થોડા અટકીને આવ્યા, આજે પ્રથમ ઇનિંગમાં પણ એવું જ થયું. જ્યારે તમે ઘણી બધી વિકેટ ગુમાવી દો છો, ત્યારે દબાણ હોય છે.'

અન્ય જેવું કરવાનો પ્રયાસ ન કરો

આ દરમિયાન ધોનીએ એમ પણ કહ્યું કે, 'અમારી ટીમ તરફથી કોઈ પાર્ટનરશિપ ન બની. પરિસ્થિતિ પર નજર રાખવી ખૂબ મહત્વપૂર્ણ છે. IPLમાં કેટલીક મેચોમાં અમારું પ્રદર્શન સારું રહ્યું છે. તમારે તમારી તાકાત પર વિશ્વાસ રાખવો જોઈએ, અને એવા શોટ રમવા જોઈએ જે તમે રમી શકો, બીજા કોઈની જેમ કરવાનો પ્રયાસ ન કરો.'

આ પણ વાંચો: IPL 2025: કોલકાતાએ 8 વિકેટથી જીતી મેચ, ચેન્નાઇની સતત પાંચમી હાર, સુનીલ નરેનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

ધોનીએ કહ્યું કે, 'અમારા ઓપનિંગ બેટ્સમેન સારા ઓપનર્સ છે. તેઓ પ્યોર ક્રિકેટ શોટ્સ રમે છે. તેઓ સ્લો બેટિંગ નથી કરતા, કે પછી અક્રોસ ધ લાઇન રમવાનો પ્રયાસ નથી કરતા. સ્કોરકાર્ડ જોઈને હતાશ થવું મહત્ત્વપૂર્ણ છે. જો આપણે આપણી લાઇનઅપ સાથે (પાવરપ્લેમાં) 60 રન બનાવવાનો પ્રયાસ કરીશું તો તે આપણા માટે ખૂબ મુશ્કેલ બનશે.'

Tags :