IPL 2024 : ગત સિઝનની ફાઇનલિસ્ટ વચ્ચે આજે થશે જંગ, જાણો કેવી હશે પિચ અને સંભવિત પ્લેઇંગ-11
ગુજરાત ટાઈટન્સે પ્રથમ મેચમાં MIને 6 રનથી હરાવ્યું હતું
CSKએ પ્રથમ મેચમાં RCBને 6 વિકેટે હરાવ્યું હતું
Image:Social Media |
CSK vs GT : IPL 2024ની સાતમી મેચમાં આજે ગત વર્ષની બે ફાઈનલિસ્ટ ટીમો વચ્ચે ટક્કર થવાની છે. આજે એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાનાર છે. આ મેચ સાંજે 7:30 વાગ્યે શરુ થવાની છે. CSK અને GT બંને પોતાની પ્રથમ મેચ જીતી ચૂક્યા છે. જેથી આજે બંને ટીમોની નજર સિઝનની બીજી જીત પર રહેશે. CSKએ પ્રથમ મેચમાં RCBને 6 વિકેટે હરાવ્યું હતું, જયારે ગુજરાત ટાઈટન્સે તેની પ્રથમ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સને 6 રનથી હરાવ્યું હતું.
GTમાં ફેરફારની શક્યતા ઓછી
પ્લેઇંગ-11ની વાત કરીએ તો ગુજરાત ટાઇટન્સ તેની છેલ્લી મેચ જીતી છે, તેથી તે પ્લેઇંગ-11 સાથે છેડછાડથી બચશે. ટોસને કારણે માત્ર ઈમ્પેક્ટ પ્લેયરને બદલવામાં આવશે. જો ગુજરાતે પ્રથમ બોલિંગ કરવી પડશે તો મોહિત શર્મા ટીમમાં હશે અને સાઈ સુદર્શનને બહાર બેસવું પડશે. જો ટીમ પ્રથમ બેટિંગ કરશે તો મોહિત શર્મા પ્લેઈંગ-11માંથી બહાર થઈ જશે. મેથ્યુ વેડ હજુ પણ ઉપલબ્ધ નથી. કેન વિલિયમસનને પણ અહીં તક મળવાની નથી.
ઇમ્પેક્ટ પ્લેયર તરીકે શિવમ દુબેને તક આપવામાં આવશે
ચેન્નઈ સુપર કિંગ્સના પ્લેઇંગ-11ની વાત કરીએ તો ચેન્નઈની ટીમમાં ભાગ્યે જ કોઈ ફેરફાર થશે. મથિશા પથિરાના ભલે ફિટ થઈ ગયો હોય, પરંતુ મુસ્તફિઝુર રહેમાને છેલ્લી મેચમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું હતું, તે જોઈને લાગતું નથી કે ટીમમાં કોઈ ફેરફાર થશે. આ વખતે પણ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે શિવમ દુબેને તક આપવામાં આવશે. જો પ્રથમ બેટિંગ આવશે તો શિવમ દુબે પ્લેઈંગ-11માં હશે. જો પછીથી બેટિંગ કરવી પડશે તો મુસ્તફિઝુર રહેમાન પ્લેઈંગ-11નો ભાગ હશે.
પિચ રિપોર્ટ
ચેપોક સ્ટેડિયમની પિચની વાત કરીએ તો આ પિચ સ્લો છે. અહીં બોલ બેટ પર સરળતાથી નથી આવતો. ખાસ કરીને સ્પિન બોલરો વિપક્ષી બેટરો માટે મોટો પડકાર સાબિત થાય છે. આ સિવાય ફાસ્ટ બોલરોને પણ અહીં મદદ મળે છે. પરંતુ એકવાર બેટર પિચને સમજી જાય છે, પછી બેટિંગ સરળ બની જાય છે. આ રીતે બોલરો સિવાય બેટરો માટે પણ અહીં સારી તક છે. આ ઉપરાંત આ મેદાન પર પ્રથમ બેટિંગ કરનારી ટીમે 46 મેચ જીતી છે, જ્યારે રન ચેઝ કરનાર ટીમે 31 મેચ જીતી છે. ચેપોકના મેદાન પર પ્રથમ ઇનિંગનો એવરેજ સ્કોર 163 રન છે.
બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
ગુજરાત ટાઈટન્સ
શુભમન ગિલ (C), રિદ્ધિમાન સાહા (wkt), વિજય શંકર, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઈ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ઉમેશ યાદવ, મોહિત શર્મા, આર સાઈ કિશોર, સ્પેન્સર જોન્સન
ચેન્નઈ સુપર કિંગ્સ
ઋતુરાજ ગાયકવાડ (C), રચિન રવિન્દ્ર, અજિંક્ય રહાણે, ડેરીલ મિચેલ, રવિન્દ્ર જાડેજા, સમીર રિઝવી, મહેન્દ્ર સિંહ ધોની (wkt), દીપક ચહર, મહિષ તિક્ષાના, મુસ્તફિઝુર રહેમાન, તુષાર દેશપાંડે