CSK ના ખેલાડી તુષાર દેશપાંડેએ ફેશન ડિઝાઇનર નાભા ગડ્ડમવારની સાથે લગ્નગ્રંથીથી જોડાયા

Updated: Dec 22nd, 2023


Google NewsGoogle News
CSK ના ખેલાડી તુષાર દેશપાંડેએ ફેશન ડિઝાઇનર નાભા ગડ્ડમવારની સાથે લગ્નગ્રંથીથી જોડાયા 1 - image


નવી મુંબઇ,તા. 22 ડિસેમ્બર 2023, શુક્રવાર 

વિશ્વની સૌથી લોકપ્રિય ટી-20 લીગ પૈકી એક ઈન્ડિયન પ્રીમિયર લીગ IPLની 17મી સિઝન શરૂ થવામાં ચારથી પાંચ મહિનો સમય બાકી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મહેન્દ્રસિંહ ધોનીની ટીમના સ્ટાર ખેલાડી તુષાર દેશપાંડે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. 2023ની ચેમ્પિયન ટીમના ખેલાડી તુષાર દેશપાંડેએ નભા ગડ્ડમવાર સાથે સાત ફેરા ફર્યા છે.  આ જાણકારી તેણે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી. 

આ લગ્નપ્રસંગમાં મોટી સંખ્યામાં તેના મિત્રો અને નજીકના સંબંધીઓ તેમજ ઘણા ક્રિકટરો હાજર રહ્યા હતા જેમાં શિવમ દુબે, ધવલ કુલકર્ણી સહિતના ક્રિકેટરો હાજર રહ્યા હતા.

સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો

CSK ના ખેલાડી તુષાર દેશપાંડેએ ફેશન ડિઝાઇનર નાભા ગડ્ડમવારની સાથે લગ્નગ્રંથીથી જોડાયા 2 - image

ઈન્સ્ટાગ્રામ પર પત્ની સાથેનો ફોટો પોસ્ટ કરતા તુષારે લખ્યું કે, “જય બજરંગ બલી, આ ખાસ ક્ષણને કેદ કરવા બદલ આભાર.” તુષારે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, તેની પત્ની તેનો શાળાનો ક્રશ છે અને આજે તે તેની પત્ની બની ગઈ છે.

તુષારની પત્ની છે ફેશન ડિઝાઇનર

IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા દિગ્ગજ બેટ્સમેનોની વિકેટ લેનાર તુષાર દેશપાંડે નાભા ગડ્ડમવારના પ્રેમમાં ક્લીન બોલ્ડ થઈ ગયો. નભા ગડ્ડમવાર તુષારની કૉલેજ ફેન્ડ હતી. પરિણામે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. નાભા ફેશન ડિઝાઇનર પણ છે.

તમને જણાવી દઈએ કે, તુષાર દેશપાંડે IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. ચેન્નાઈની ટીમ IPL 2023માં ચેમ્પિયન બની હતી. તેણે ગત સિઝનમાં સારી બોલિંગ કરી હતી. પરિણામે ચેન્નઈની ટીમે તુષારને રિટેઈન કર્યો હતો.


Google NewsGoogle News