IPL 2024 પહેલા મહેન્દ્ર સિંહ ધોનીનો નવો લૂક: તસવીર જોઈને ચાહકોએ કહ્યું- માહી સામે ભલભલા હીરો છે ફેલ

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
IPL 2024 પહેલા મહેન્દ્ર સિંહ ધોનીનો નવો લૂક: તસવીર જોઈને ચાહકોએ કહ્યું- માહી સામે ભલભલા હીરો છે ફેલ 1 - image


નવી મુંબઇ,તા. 21 માર્ચ ગુરુવાર 2024

એમ એસ ધોની હંમેશા તેનો લુક ચેન્જ કરતો રહે છે. ખાસ કરીને પોતાની હેર સ્ટાઇલ ચેન્જ કરતાની સાથે જ તે લોકોમા ચર્ચાનો વિષય બની જાય છે. IPL 2024 પહેલા મહેન્દ્ર સિંહ ધોનીએ લાંબા વાળમાં પોતાનો નવો લુક શેર કર્યો છે. હવે RCB સાથે ઓપનર મુકાબલા પહેલા આ લુકમાં ધોનીની ઘણી તસ્વીરો સામે આવી છે. 

ફેમસ હેરસ્ટાઈલિસ્ટે શેર કર્યો ફોટો

IPL 2024 પહેલા ફેમસ હેરસ્ટાઈલિસ્ટ આલીમ હકીમે ઈન્સ્ટાગ્રામ પર ધોનીના ન્યુ હેર સ્ટાઇલના ફોટા શેર કર્યા છે.  ફેમસ હેરસ્ટાઈલિસ્ટ આલિમ હકીમે આ ફોટો પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, ધ વન એન્ડ ઓનલી ઓવર થાલા, મહેન્દ્ર સિંહ ધોની. 

કેટલીક તસવીરોમાં ધોની એકલો પોઝ આપી રહ્યો છે તો કેટલીક તસવીરોમાં તે આલીમ હકીમ સાથે પોઝ આપી રહ્યો છે. આલીમ હકીમે આ પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, ધ વન એન્ડ ઓન્લી અવર થાલા, મહેન્દ્ર સિંહ ધોની. 

કેવો છે માહીનો લુક?

આલીમ હકીમના ઈન્સ્ટા હેન્ડલ પર જાહેર કરાયેલી તસવીરોમાં ધોની એક શાનદાર ડ્યૂડના અવતારમાં જોવા મળી રહ્યો છે. ધોની સ્ટાઇલીશ લાગી રહ્યો છે. ધોનીએ બ્લેક કલરની રાઉન્ડ નેક સ્લીવલેસ સ્કીની ટી-શર્ટ પહેરી છે. આ સિવાય એવિએટર ફ્રેમ ગોગલ્સ પણ લગાવવામાં આવ્યા છે. ધોનીની તસવીરો થોડી જ વારમાં વાયરલ થઈ ગઈ છે અને અડધા કલાકમાં જ તેને લગભગ 40 હજાર લાઈક મળી છે. 

યુઝર આ પોસ્ટ પર કમેન્ટ કરતા પણ જોવા મળી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે,બોલિવૂડમાં એન્ટ્રીની તૈયારી. એક ચાહકે કમેન્ટ કરી છે કે, કેપ્ટન કૂલ, કૂલ દેખાઈ રહ્યો છે. 

નોંધનીય છે કે આલીમ હકીમ એક ફેમસ હેર સ્ટાઈલિસ્ટ છે અને ધોની લાંબા સમયથી તેની પાસેથી હેર ગ્રૂમિંગ કરાવી રહ્યો છે. ધોનીનો હાલનો લુક પણ આલિમે આપ્યો છે. આ પહેલા પણ આલિમે ધોની સાથે કેટલીક તસવીરો શેર કરી હતી જે વાયરલ થઈ હતી.


Google NewsGoogle News