Get The App

'Bengaluru Cant..' RCBનું સપનું રોળાતાં CSKના ખેલાડીએ કર્યું ટ્રોલિંગ, પછી પોસ્ટ ડિલીટ કરી

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
'Bengaluru Cant..' RCBનું સપનું રોળાતાં CSKના ખેલાડીએ કર્યું ટ્રોલિંગ, પછી પોસ્ટ ડિલીટ કરી 1 - image


IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ IPL 2024માંથી બહાર થયા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ટ્રોલ કરી હતી. IPL 2024ની એલિમિનેટર મેચ બુધવારે રાત્રે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ હતી, આ મેચમાં RCBને 4 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. 

ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરી 

બેંગલુરુની આ હાર બાદ સીએસકેના ફાસ્ટ બોલરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી જેને તેણે પાછળથી ડિલીટ કરી દીધી હતી. જો કે, ત્યાં સુધીમાં ચાહકોએ તેની સ્ટોરીનાના સ્ક્રીનશોટ લઈ લીધા હતા. RCBને ટ્રોલ કરતી તુષાર દેશપાંડેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શું હતું તેની પોસ્ટમાં? 

તુષાર દેશપાંડેએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર CSK ફેન્સ ઓફિશિયલની એક પોસ્ટ શેર કરી હતી. પોસ્ટમાં બેંગલુરુ કેન્ટોનમેન્ટ રેલ્વે સ્ટેશનનું ચિત્ર દેખાય છે, બેંગલુરુ કેન્ટોન્મેન્ટનો અંગ્રેજીમાં અર્થ 'બેંગલુરુ કેન્ટ' થાય છે. બેંગલુરુ કેન્ટને બેંગલુરુ કાન્ટ સાથે જોડતા તે એમ કહેવા માગતો હતો કે બેંગ્લુરુથી નહીં થઇ શકે. 

RCB એક પણ ટાઈટલ જીતી શકી નથી 

ઉલ્લેખનીય છે કે, IPLની આ 17મી સિઝન છે અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આજ સુધી એક પણ સિઝનમાં ટાઈટલ જીતવામાં સફળ રહી નથી. લીગ તબક્કામાં સતત 6 મેચ જીતીને પ્લેઓફમાં પહોંચેલી આ ટીમ પાસેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે RCB આ વખતે ખિતાબના દુકાળને ખતમ કરવામાં સફળ રહેશે, પરંતુ એલિમિનેટર મેચમાં હાર થતાં ટીમનું ટાઈટલ જીતવાનું સપનું રોળાઈ ગયું.

'Bengaluru Cant..' RCBનું સપનું રોળાતાં CSKના ખેલાડીએ કર્યું ટ્રોલિંગ, પછી પોસ્ટ ડિલીટ કરી 2 - image


Google NewsGoogle News