ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ફરી IPLમાં જીતની દાવેદાર, જાણો શું છે તેની પાછળનું કારણ

ચેન્નઈ સુપર કિંગ્સે તેની સ્ક્વોડમાં 25 ખેલાડીઓ પૂરા કરી લીધા છે

શાર્દુલ ઠાકુરની વાપસી થવાથી ચેન્નઈના બોલિંગ એટેકને મજબૂતી મળી છે

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ફરી IPLમાં જીતની દાવેદાર, જાણો શું છે તેની પાછળનું કારણ 1 - image
Image:Twitter

IPL 2024 CSK Best Playing XII : એમએસ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ફરી એકવાર IPLની આગામી સિઝન માટે તૈયાર છે. દર વખતેની જેમ આ વખતે પણ CSKના મેનેજમેન્ટે ટીમને ખામીઓને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આ વખતે ટીમ મજબૂત લાગી રહી છે. પાંચ વખત IPL ટાઈટલ જીત્યા બાદ ફરી એકવાર ચેમ્પિયન બનવાની દાવેદાર લાગી રહી છે. IPL 2024માં પ્રથમ વખત જયારે ચેન્નઈની ટીમ રમવા ઉતરશે તે પહેલા ટીમની શક્તિ અને નબળાઈઓ શું છે અને ટીમની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે તેના પર એક નજર નાખી લઈએ.

25 ખેલાડીઓની સ્ક્વોડમાં 8 વિદેશી ખેલાડીઓ પણ સામેલ

IPLના નિયમો મુજબ ચેન્નઈ સુપર કિંગ્સે તેની સ્ક્વોડમાં 25 ખેલાડીઓ પૂરા કરી લીધા છે, જેમાં 8 વિદેશી ખેલાડીઓ પણ સામેલ છે. ગઈકાલે IPL 2024 માટે યોજાયેલા ઓક્શનમાં ટીમે ન્યૂઝીલેન્ડના યુવા ખેલાડી રચિન રવિન્દ્રને માત્ર 1.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, જ્યારે CSK ફરી એક વખત શાર્દુલ ઠાકુરને પોતાની ટીમમાં સામેલ કરવામાં સફળ રહી છે. ટીમે તેના માટે 4 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા હતા. ડેરિલ મિચેલને ચેન્નઈએ 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે જ્યારે યુવા ખેલાડી સમીર રિઝવીને 8.4 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે. મુસ્તફિઝુર રહેમાનને માત્ર 2 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો છે.

રાયડુના સ્થાને રિઝવી

ચેન્નઈ સુપર કિંગ્સ માટે મિડલ ઓર્ડરમાં ઘણાં વર્ષોથી શાનદાર પ્રદર્શન કરનાર અંબાતી રાયડુ IPL 2024માં દેખાશે નહીં કારણ કે તે IPLમાંથી નિવૃત્ત થઇ ચુક્યો છે. માનવામાં આવી રહ્યું છે કે મેનેજમેન્ટે રિઝવીને રાયડુની ખાલી જગ્યા ભરવા માટે ટીમમાં સામેલ કર્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે બેન સ્ટોક્સને રિલીઝ કરી દીધો છે. તેની જગ્યાએ 2 વિદેશી ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટીમે સ્ટોક્સની જગ્યા ભરવા માટે રચિન રવિન્દ્ર અને ડેરિલ મિચેલને ટીમમાં સામલે કર્યો છે. આ બંને ખેલાડીઓ સાથે પ્લેઇંગ ઈલેવનમાં જોવા મળે તેની શક્યતા ખુબ ઓછી છે. પ્લેઇંગ ઈલેવનમાં એવા ખેલાડીને મોકો મળશે જે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરી શકે અને બોલિંગ દરમિયાન વિકેટ પણ મેળવી શકે.

પથિરાનાની જગ્યાએ આ ખેલાડીને મળી શકે સ્થાન

શાર્દુલ ઠાકુરની વાપસી થવાથી ચેન્નઈના બોલિંગ એટેકને મજબૂતી મળી છે અને તે બેટિંગમાં પણ યોગદાન આપી શકે છે. શાર્દુલનો ઉપયોગ ક્યારે અને કયા સમયે કરવો છે તે ધોનીને ખુબ સારી રીતે આવડે છે. શ્રીલંકાનો ફાસ્ટ બોલર મથીશા પથિરાના ઈજાના કારણે ખુબ પરેશાન રહેતો હોય છે. આવી સ્થિતિમાં પ્લેઇંગ ઈલેવનમાં જો તેને સામેલ કરવામાં નહીં આવે તો તેના સ્થાને મુસ્તફિઝૂર રહેમાનને ટીમમાં સામેલ કરવામાં આવશે.

ચેન્નઈ સુપર કિંગ્સની સ્ક્વોડ

ઓપનિંગ બેટ્સમેન : ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, રચિન રવિન્દ્ર

મિડલ ઓર્ડર : સમીર રિઝવી, અજિંક્ય રહાણે, એમએસ ધોની (C/wkt), શેખ રાશિદ, અરાવલી અવનીશ

ઓલરાઉન્ડર : રવિન્દ્ર જાડેજા, ડેરિલ મિચેલ, મોઈન અલી, શિવમ દુબે, નિશાંત સિંધુ, અજય મંડલ

ફાસ્ટ બોલર : દીપક ચહર, શાર્દુલ ઠાકુર, સિમરજીત સિંહ, તુષાર દેશપાંડે, મથીશા પથિરાના, મુકેશ ચૌધરી, રાજવર્ધન હંગરગેકર, મુસ્તફિઝુર રહેમાન

સ્પિનર્સ : મહિષ તિક્ષના, મિચેલ સેન્ટનર, પ્રશાંત સોલંકી

ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ ફરી IPLમાં જીતની દાવેદાર, જાણો શું છે તેની પાછળનું કારણ 2 - image


Google NewsGoogle News