Get The App

ફિફા વર્લ્ડકપમાં રોનાલ્ડોનો ગોલ રેકોર્ડ : પોર્ટુગલનો ૩-૨થી ઘાના સામે વિજય

- રોનાલ્ડો પાંચ વર્લ્ડકપમાં ગોલ નોંધાવનારો વિશ્વનો સૌપ્રથમ ખેલાડી

- માત્ર 15 જ મિનિટમાં ચાર ગોલ નોંધાતા સનસનાટી

Updated: Nov 25th, 2022


Google NewsGoogle News

દોહાફિફા વર્લ્ડકપમાં રોનાલ્ડોનો ગોલ રેકોર્ડ : પોર્ટુગલનો ૩-૨થી ઘાના સામે વિજય 1 - image, તા.૨૪

રોનાલ્ડોના ગોલ રેકોર્ડ બાદ હાઈવોલ્ટેજ મુકાબલામાં પોર્ટુગલે ઘાનાને ૩-૨થી હરાવીને ફિફા વર્લ્ડકપમાં વિજયી શુભારંભ કર્યો હતો. શરૃઆતની ૬૪ મિનિટમાં એક પણ ગોલ નોંધાયો નહતો. જોકે ત્યાર બાદ ૧૫ જ મિનિટમાં ઉપરાઉપરી ચાર ગોલ નોંધાતા સનસનાટી મચી ગઈ હતી. મેચ પુરી થવાની એક મિનિટે બાકી હતી, ત્યારે ઘાનાએ ગોલ ફટકારતાં પોર્ટુગલ પર દબાણ સર્જ્યું હતુ. જોકે આખરે પોર્ટુગલ ૩-૨થી વિજેતા બન્યું હતુ.

રોનાલ્ડોએ ૬૫મી મિનિટે પેનલ્ટી કીકને ગોલમાં ફેરવતા પાંચ વર્લ્ડકપમાં ગોલ ફટકારનારા વિશ્વના સૌપ્રથમ ખેલાડી તરીકેનો રેકોર્ડ સર્જ્યો હતો. જોકે ઘાના કમબેક કરતાં એન્ડ્રે એયેવના ગોલને સહારે ૭૩મી મિનિટે બરોબરી મેળવી હતી. જોઓ ફેલિક્સે ૭૮મી મિનિટે અને રાફેલ લેઓએ ૮૦મી મિનિટે ગોલ નોંધાવતા પોર્ટુગલને ૩-૧થી લીડ અપાવી હતી. ઘાનાના બુકારીના ૮૯મી મિનિટના ગોલથી પોર્ટુગલ પર દબાણ સર્જાયું હતુ. જોકે આખરે પોર્ટુગલ -૨થી જીત્યું હતું. ઘાનાને ૪ અને પોર્ટુગલને બે યલો કાર્ડ મળ્યા હતા

ફિફા વર્લ્ડકપમાં રોનાલ્ડોનો ગોલ રેકોર્ડ : પોર્ટુગલનો ૩-૨થી ઘાના સામે વિજય 2 - imageઘાનાના ખેલાડી બુકારીએ આખરી મિનિટોમાં ગોલ ફટકારીને રોનાલ્ડોની સામે જ તેની સ્ટાઈલમાં ઉજવણી કરી હતી.


Google NewsGoogle News