Get The App

ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ છોડ્યું, ટ્વિટર પર આપી જાણકારી

પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબને છોડવાનો કર્યો નિર્ણય

માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબએ મંગળવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી માહિતી

Updated: Nov 23rd, 2022


Google NewsGoogle News
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ માન્ચેસ્ટર યુનાઈટેડ છોડ્યું, ટ્વિટર પર આપી જાણકારી 1 - image

અમદાવાદ, તા.23 નવેમ્બર,2022, બુધવાર

પોર્ટુગલના ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો હવેથી માન્ચેસ્ટર યુનાઈટેડમાં જોવા નહિ મળે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પરસ્પર સમજૂતી સાથે ક્લબ છોડવાનું નક્કી કર્યું છે. માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબે મંગળવારે સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી હતી. માન્ચેસ્ટર યુનાઈટેડે ટ્વિટર પર લખ્યું કે, “ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ક્લબ સાથેના પરસ્પર કરારનો અંત કરી માન્ચેસ્ટર યુનાઈટેડ ક્લબને છોડી દીધું છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે બે વખતના યોગદાન બદલ ક્લબ તેમનો આભાર માને છે."

માન્ચેસ્ટર યુનાઈટેડ સાથેનો કાર્યકાળ

માન્ચેસ્ટર યુનાઈટેડમાં જ રોનાલ્ડોનો આ બીજો કાર્યકાળ હતો. પહેલા ઇટાલિયન ક્લબ જુવેન્ટસમાં જોવા મળતો રોનાલ્ડોએ  2021-22 સીઝનની શરૂઆતમાં માન્ચેસ્ટર યુનાઈટેડમાં આવ્યો હતો. રોનાલ્ડોએ જુવેન્ટસ સાથે ત્રણ વર્ષ વિતાવ્યા પછી ઓલ્ડ ટ્રેફોર્ડમાં પાછો ફર્યો હતો. 

માન્ચેસ્ટર યુનાઈટેડ સાથેનો 9 વર્ષનો સુવર્ણકાળ

મહાન ફૂટબોલર રોનાલ્ડોએ પ્રથમ વખત માન્ચેસ્ટર યુનાઈટેડને વર્ષ 2009માં છોડી હતી,જ્યાં તેમણે તેના જીવનના સુવર્ણ 9 વર્ષ વિતાવ્યા હતા.જો કે તે પછી રોનાલ્ડોએ સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડમાં જોવા મળ્યા હતા.

માન્ચેસ્ટર યુનાઈટેડનું રોનાલ્ડો માટે નિવેદન 

માન્ચેસ્ટર યુનાઈટેડએ સોશ્યિલ મીડિયાના નિવેદનમાં લખ્યું કે,"ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ  પરસ્પર કરાર દ્વારા માન્ચેસ્ટર યુનાઈટેડને છોડી રહ્યા છે. ક્લબ ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતેના તેમના બીજા ખાસ  દેખાવમાં જેમાં 346 માંથી 145 ગોલ ફટકારી રોનાલ્ડોએ વિશિષ્ટ યોગદાન આપ્યું છે, એ બદલ ક્લબ તેમનો આભાર માને છે. તેઓને અને તેઓના  પરિવારને ભવિષ્ય માટે શુભકામનાઓ.”

હાલમાં તે કતરમાં ચાલી રહેલા  FIFA WORLDCUP માં પોર્ટુગલ ટીમ માટે રમી રહ્યા છે.



Google NewsGoogle News