Get The App

રોનાલ્ડો વર્લ્ડકપમાં રમવા મક્કમ : ટીમને એકતાને બહારની તાકતો તોડી નહીં શકે

- વર્લ્ડકપ છોડી જવાની ધમકીના અહેવાલને રોનાલ્ડોએ નકાર્યો

- પોર્ટુગીઝ ટીમની સાથે પ્રેક્ટિસમાં જોડાયો

Updated: Dec 8th, 2022


Google NewsGoogle News
રોનાલ્ડો  વર્લ્ડકપમાં રમવા મક્કમ : ટીમને એકતાને બહારની તાકતો તોડી નહીં શકે 1 - image

દોહા, તા.

પોર્ટુગલના કોચ સાન્તોસે રોનાલ્ડોને સ્વિત્ઝર્લેન્ડ સામેની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં સ્ટાર્ટિંગ ઈલેવનમાં સ્થાન આપ્યું નહતુ અને આ કારણે રોનાલ્ડોએ વર્લ્ડકપ છોડીને સ્વદેશ પાછા ફરવાની ધમકી આપી હોવાનો અહેવાલ વહેતો થયો હતો. જોકે રોનાલ્ડોએ આ અહેવાલને નકારી કાઢ્યો હતો. રોનાલ્ડોએ ટ્વીટ કરી હતી કે, અમારી ટીમમાં એટલી એકતા છે કે, તેને બહારની તાકાતો તોડી શકે તેમ નથી.

હવે પોર્ટુગલને મોરક્કો સામે ક્વાર્ટર ફાઈનલમાં રમવાનું છે. રોનાલ્ડો પોર્ટુગલની ટીમની સાથે પ્રેક્ટિસ કરતો પણ જોવા મળ્યો હતો. અગાઉ મીડિયા રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રોનાલ્ડોએ સબસ્ટીટયૂટ ખેલાડીઓ સાથેના પ્રેક્ટિસ સેશનમાં જોડાવાનો ઈનકાર કરી દીધો હતો અને તે ફર્સ્ટ ટીમની સાથે જીમ સેશનમાં જોડાયો હતો. અગાઉ પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશને પણ રોનાલ્ડોએ વર્લ્ડકપમાંથી ખસી જવાની ધમકી આપી હોવાના અહેવાલને નકારી કાઢ્યો હતો


Google NewsGoogle News